thunder-purple-colour-variant-launched-oneplus-6t
  • Home
  • Featured
  • OnePlus 6T નવા આવતારમાં લૉન્ચ જાણો તેની ખુબીઓવીશે

OnePlus 6T નવા આવતારમાં લૉન્ચ જાણો તેની ખુબીઓવીશે

 | 1:40 pm IST

OnePlus 6Tનું નવો કલર વેરિયન્ટ થન્ડર પર્પલ લૉન્ચ કરવામાં આવ્યો છે. OnePlus 6Tને ગયા મહીને મિડનાઈટ બ્લેક અને મિરર બ્લેક કલરમાં રજૂ કરવામાં આવ્યો હતો. ચીનમાં સોમવારે નવો કલર વેરિયન્ટ થન્ડર પર્પલ લૉન્ચ કરવામાં આવ્યો છે.

આ નવો કલર ફક્ત 8GB રેમ અને 128 GB ઈનબીલ્ટ સ્ટોરેજ ધરાવતા મોડલમાં જ જોવા મળશે. આપને જણાવી દઈએકે 8GB રેમ અને 256 GB સ્ટોરેજ ધરાવતું મોડલ દુનિયાભરમાં ફક્ત મિડનાઈટ બ્લેક કલરમાં મળે છે. OnePlusને ચીનની વેબસાઈટ પર નવા OnePlus 6T ઇલેક્ટ્રો-ઓપ્ટીક નામથી લીસ્ટ કરવામાં આવ્યો છે.

OnePlus 6T સ્પેસિફિકેશન

આ ફોનમાં આગળની તરફ વોટરડ્રોપ ડિસ્પ્લે ડિઝાઈન આપવામાં આવી છે. ફોનમાં 6.41 ઈંચ ફુલ એચડી 1080×2340 પિક્સલ એમોલ્ડ ડિસ્પ્લે આપવામાં આવી છે જેનો એસ્પેક્ટ રેશિયો 19.5:9 છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને કોર્નિગ ગોરીલ્લા ગ્લાસ આપવામાં આવેલ છે. OnePlus 6T ડિવાઈસની ઉપરની સ્ક્રીન પર કેટલીક શોર્ટકટ આપવામાં આવી છે.

OnePlusના આ વખતના ફ્લેગશિપ હેન્ડસેટમાં 64GB રેમને વધારીને 128 કરવામાં આવી છે. નવા OnePlus 6T લેટેસ્ટ એન્ડ્રોઈડ 9.0 પાઈ બેસ્ડ ઓક્સીજન ઓએસ પર ચાલે છે. ફોનમાં ક્વોલકોમ સ્નેપડ્રેગન 845 લેટેસ્ટ પ્રોસેસર આપવામાં આવેલ છે અને ગ્રાફીક્સ માટે એડ્રેનો 630 જીપીયુ છે.

OnePlus 6Tમાં ઈન ડિસ્પ્લે ફિગરપ્રિન્ટ સ્કેનર આપવામાં આવેલ છે. એટલેકે સ્ક્રીનના અડધા નીચેના ભાગ પર ટચ કરવાથી ફોનને અનલોક કરી શકાય છે. આ ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સ્કેનર સૌથી સારો સ્માર્ટફોન છે. ફોનમાં ડ્યૂઅલ સિમ સપોર્ટ આપવામાં આવેલ છે.

OnePlus 6Tમાં એકસીલેરોમીટર, એમ્બીયન્ટ લાઈટ સેન્સર, ઇલેકટ્રોનિક કંપાસ, જાયરોસ્કોપ અને પ્રોક્સીમિટી સેન્સર આપવામાં આવેલ છે. ફોનમાં સોફ્ટવેર બેસ્ડ ફેસ અનલોક સેન્સર આપવામાં આવેલ છે.