Thunderstorms kills 8 people in Jharkhand
  • Home
  • Featured
  • ઝારખંડમાં વીજળીના કડાકાએ લીધો 8 લોકોનો જીવ, સમગ્ર ગામમાં શોક છવાયો

ઝારખંડમાં વીજળીના કડાકાએ લીધો 8 લોકોનો જીવ, સમગ્ર ગામમાં શોક છવાયો

 | 5:18 pm IST

ઝારખંડના ગઢવા જિલ્લાના લોહરપુર ગામમાં ગુરૂવારે લગભગ એક વાગે વિજળી પડવાથી આઠ ગ્રામીણોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ત્યાં જ આ ઘટનામાં ઘણા ગ્રામીણ ઇજાગ્રસ્ત પણ થયા છે. પ્રાથમિક માહિતી મળ્યા બાદ પ્રશાસનની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ છે અને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. બતાવવામાં આવી રહ્યું છે કે, ઘટનાસ્થળે છ લોકોના મોત થઇ ગયા. બે અન્યની મોત હોસ્પિટલ પહોંચ્યા બાદ થઇ. ઘટના બાદ મૃતકોના પરિવારજનો ઘેરા પ્રત્યાઘાતમાં છે અને સમગ્ર ગામમાં શોકનો માહોલ છે.

ઘટનાસ્થળ મુખ્ય મથકથી આશરે 25 કિમી દૂર છે. તમામ લોકો વરસાદથી બચવા માટે એક મહુઆના વૃક્ષ નીચે બેઠા હતા. આ દરમિયાન વૃક્ષ નીચે વીજળી પડી. આ ઘટનામાં અત્યાર સુધીમાં 8 લોકોના મોત થયાની પુષ્ટી સીઓ રાકેશ સહાયે કરી છે. ત્યાં જ 4 અન્ય લોકો ઇજાગ્રસ્ત છે. ત્યાં જ રાજ્યના મુખ્યમંત્રી રઘુવર દાસે ગઢવામાં થયેલ વીજળીની ઘટનાથી 8 લોકોના મોત પર શોક વ્યક્ત કર્યો છે. તેમને મૃતકોના પરિવારજનોને 4-4 લાખ રૂપિયાની મદદ કરવાનો આદેશ કર્યો છે.

તમને જણાવી દઇએ કે, બુધવારે પણ ગઢવા થાના ક્ષેત્રમાં અકલવાણી ગામમાં વીજળી પડવાથી એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. આ સીવાય બે અન્ય બબલૂ રામ તતા રામલાલ ભુઇયા ગંભીર રૂપે ઘાયલ થયા હતાં. ત્રણે લોકો પોતાના ખેતર જઇને પરત આવી રહ્યા હચાય આ દરમિયાન ઝડપી વરસાદ શરૂ થઇ ગયો. ત્રણે લોકો કંઇ સમજતા તે દરમિયાન જ વીજળી પડી અને તે ઘટનાસ્થળે જ નગીના દાસનું મોત થઇ ગયું.

આ વીડિયો પણ જુઓ: રાધનપુર વિધાનસભાના 40 સરપંચનું અલ્પેશ ઠાકોરેને સમર્થન

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન