Thursday measures do these for growing of great work
  • Home
  • Astrology
  • ગુરૂવારે કરો આ ચમત્કારિક ઉપાય, ક્યારેય ધનની કમી નહી રહે

ગુરૂવારે કરો આ ચમત્કારિક ઉપાય, ક્યારેય ધનની કમી નહી રહે

 | 4:59 pm IST

ગુરૂવારના દિવસને શુદ્ધ માનવામાં આવે છે આ દિવસને ગુરૂ દતાત્રેય, સાંઈ બાબા, લક્ષ્મીનારાયણ, ભગવાન વિષ્ણુની ભક્તિ કરવાથી મનની ઇચ્છાઓ પૂર્ણ થાય છે તેમજ જીવનમાં કોઈ સમસ્યા રહેતી નથી. આજે અમે ખાસ તમારા માટે ગુરૂવારના દિવસે કરવામાં આવતા કેટલાક શાસ્ત્રોક્ત ઉપાય લઈને આવ્યા છીએ જેને કરવાથી તમારા પર લક્ષ્મીજીની કૃપા ઉતરશે તમારી મનોકામના પૂર્ણ થશે. સફળતા પ્રાપ્ત થશે ભાગ્ય ખુલી જશે.

ગુરૂ ગ્રહને વૈવાહિક અને ભાગ્ય કારક ગ્રહ માનવામાં આવે છે. આ દિવસે ગુરૂ જો નબળો હોય તો કેટલાક કાર્યો કરવાથી ગુરૂને મજબૂત કરી શકાય છે. ગુરૂવારના દિવસે આ મંત્રને પુરી શ્રદ્ધા અને વિશ્વાસ સાથે જપવાથી તમામ અધુરી રહેલી ઇચ્છાઓ પૂર્ણ થાય છે. આ ઉપાય અજમાવતી વખતે એ વાત ખાસ યાદ રાખો કે કોઈ તમને રોકે ટોકે નહી તેમજ આ કાર્ય કરો ત્યારે હંમેશા મૌન વ્રત રાખો.

ગુરૂવારના દિવસે શ્રી લક્ષ્મીનારાયણ મંદિર કે પછી તમારા ઘરમાં જ આ મંત્રને એક હજાર વાર મોતીની માળાથી જાપ કરો. જાપ કર્યા પછી સફેદ કે લાલ ગાયને રોટલીમાં ગોળ નાંખીને ખવડાવો.
મંત્રનો જાપ કરો

|| ૐ બૃં બૃહસ્પતે નમ: ||

ગુરૂવારના દિવસે સાંજે ગોધુલીવેળાએ ગાયને લોટમાં કાચા ચણાની દાળ ભેળવી ખવડાવો ગાયની પરિક્રમા કરવાથી મનોકામના ફળશે. દર ગુરૂવારે શિવ મંદિરમાં જઈને ભગવાન શિવને બેસનના લાડુનો ભોગ ધરાવો. ગુરૂવારના દિવસે ઉપવાસ રાખો પીળા કપડા ધારણ કરો સાંજે ગરીબ કન્યાને પીળા રૂમાલની ભેટ ધરો. જીવન ભર પૈસાની કમી નહી રહે.

ગુરૂવારે ઉપવાસ કરો, એક ટાણુ જમો મીઠા વગરનું ખાવાથી વધારે ફાયદો મળશે. કેળા, કેરી ખાવાનું રાખો. સાંજના સૂર્યાસ્ત સમયે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી સાથે પીપળાના વૃક્ષ નીચે વિષ્ણુજીનું ધ્યાન ધરી દીપ પ્રગટાવી વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરો. પૂજા કરતી વખતે માથા પર કેસરનું કે હળદરનું તિલક ધારણ કરો. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન