શ્રાવણ મહિનામાં 'મોંઘા' થયા કાશી વિશ્વનાથ, ટિકિટના ભાવમાં ધરખમ વધારો - Sandesh
  • Home
  • Astrology
  • શ્રાવણ મહિનામાં ‘મોંઘા’ થયા કાશી વિશ્વનાથ, ટિકિટના ભાવમાં ધરખમ વધારો

શ્રાવણ મહિનામાં ‘મોંઘા’ થયા કાશી વિશ્વનાથ, ટિકિટના ભાવમાં ધરખમ વધારો

 | 5:44 pm IST

ભોલેની નગરી કાશીમાં શ્રાવણ મહિનાના સોમવારની ખાસ માન્યતા છે. સોમવારે તાદ્રશ જયોતિર્લિંગોમાં પ્રધાન બાબા વિશ્વનાથની આરતીમાં સામેલ થવા માટે શ્રદ્ધાળુઓને પોતાના ખિસ્સા ઢીલા કરવા પડશે. બનારસમાં રહેતા લોકો કાશી વિશ્વનાથ મંદિરમાં વહેલી સવારની મંગળ આરતીથી લઈને દિવસ દરમિયાન નિયમિત રીતે દર્શન કરવા આવે છે. તે સિવાય દેશ- વિદેશથી પણ મોટી સંખ્યામાં ભક્તો આવતા હોય છે.

ચાર ગણી મોંઘી થઈ ટિકિટ
બાબા વિશ્વનાથની મંગળ આરતીના ટિકિટના ભાવમાં ચાર ગણો વધારો થયો છે અને હવે ભક્તોને શ્રાવણ મહિનાના સોમવારની મંગળ આરતીમાં ભાગ લેવા માટે 1200 રૂપિયા ખર્ચવું પડશે અને સાથે જ તેમને એડવાન્સ બુકિંગ પણ કરાવવી પડશે. સોમવાર સિવાય બાકીના દિવસોમાં 600 રૂપિયા આપવા પડશે. શ્રાવણ મહિના પછી બાકીના દિવસોમાં તેમને મંગળ આરતીમાં સામેલ થવા માટે 300 રૂપિયા ચુકવવું પડશે.

કાવડિયાઓ માટે ખાસ બંદોબસ્ત
શ્રાવણ મહિના અને તેમાં પણ ખાસ કરીને સોમવારના દિવસે કાશી વિશ્વનાથના જળાભિષેક માટે દેશભરના લાખો શ્રદ્ધાળુઓ અને કાવડિયાઓ આવતા હોય છે. જેને જોતા મંદિર પ્રશાસને આ વખતે ખાસ બંદોબસ્ત કર્યો છે. પહેલીવાર દિવ્યાંગ શ્રદ્ધાળુઓ માટે નીલકંઠ ગેટ પાસે રૈંપ તૈયાર કરવામાં આવ્યો છે તેમજ ગર્ભવતી મહિલાઓ અને વૃદ્ધો માટે ટ્રાઈ સાઇકલની વ્યવસ્થા કરવામાં આવી છે.

મંદિરમાં શુદ્ધ પાણી માટે પ્લાંટ લગાવવામાં આવશે
મંદિર પરિસરમાં લાઇનમાં લાગેલા શ્રદ્ધાળુઓ માટે અલગ શેડ તૈયાર કરવામાં આવી રહ્યું છે જેનું કાર્ય અંતિમ તબક્કામાં છે. તેમજ મહિલાઓ અને પુરુષો માટે અલગથી યુરિનલની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. હાથ-પગ ધોવા માટે પણ અલગથી વ્યવસ્થા હશે. તેમજ પ્રસાદ માટે પણ અલગથી કાઉંટર ખોલવામાં આવશે. મંદિરના મુખ્ય કાર્યકારી અધિકારી અનુસાર શ્રદ્ધાળુઓને કોઈપણ જાતની મુશ્કેલી ન થાય તેની ખાસ કાળજી રાખવામાં આવશે.