મધ્ય રેલવેમાં ટિકિટ વેચવાના નવા નુસખા અપનાવાયા - Sandesh
  • Home
  • Mumbai
  • મધ્ય રેલવેમાં ટિકિટ વેચવાના નવા નુસખા અપનાવાયા

મધ્ય રેલવેમાં ટિકિટ વેચવાના નવા નુસખા અપનાવાયા

 | 1:38 am IST

। મુંબઈ ।

મધ્ય રેલવેના ૩૪ સ્ટેશનો પર ટૂંક સમયમાં એક વિશેષ જગ્યાએ એટીવીએમ મશીન માટે ઝોન બનાવવામાં આવશે. આ જગ્યાને એટીવીએમ ઝોન નામ અપાશે. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે એટીવીએમથી ટિકિટ વેચવાના હેતુથી મધ્ય રેલવે એક નવો નુસખો અમલમાં મૂકવાની છે. એટીવીએમ ઝોનને કમાણીની નવી રીત તરીકે જોવાશે. રેલવેનો હેતુ પ્રવાસીઓ ટિકિટ બારીની જગ્યાએ એટીવીએમ અથવા અન્ય બીજા વિકલ્પથી વધુ ટિકિટ ખરીદે એ છે.

સ્પેશિયલ ઝોનમાં વિશેષ તૈયારીઓ કરાશે

મધ્ય રેલવેની મેન લાઇન પર આ ઝોન તૈયાર કરાશે. આ ઝોનમાં એલસીડીની મોટી ડિજિટલ સ્ક્રીન મૂકાશે અને આ સ્ક્રીન પર પ્રવાસીઓના મનોરંજન માટે સતત સ્ટ્રીપ્સ ફરતી રહેશે. આ ઝોનમાં પાંચ એટીવીએમ મશીનો મુકાશે અને પ્રવાસીઓ ટિકિટબારી પરથી નહીં બલ્કે અહીંથી જ ટિકિટ ખરીદે તે રેલવેનો હેતુ છે.

યૂટીએસ એપને પ્રોત્સાહન આપશે

યૂટીએસ એપને પ્રોત્સાહન આપવા પશ્ચિમ રેલવે એક નવી રીત અપનાવી રહી છે. રેલવેના કેટલાક અધિકારીઓ કોર્પોરેટ ઓફિસોમાં જઇને યૂટીએસ એપને ડાઉનલોડ કરી તેને ઉપયોગ કરવાની રીત સમજાવવાના છે. પશ્ચિમ રેલવેમાં રોજની સરેરાશ ૧૫-૧૭ હજાર રૂપિયાની ટિકિટ યૂટીએસ એપ મારફત વેચાય છે.

;