'Tie bomb around Rahul Gandhi and...': Pankaja Munde
  • Home
  • Election 2019
  • સર્જિકલ સ્ટ્રાઈકના પુરાવા માંગનારા રાહુલ ગાંધીના ગળામાં બોમ્બ બાંધી પાક. મોકલી દો : પંકજા

સર્જિકલ સ્ટ્રાઈકના પુરાવા માંગનારા રાહુલ ગાંધીના ગળામાં બોમ્બ બાંધી પાક. મોકલી દો : પંકજા

 | 6:59 pm IST

ભાજપના નેતા પંકજા મુંડેએ રાહુલ ગાંધી પર બરાબરના પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું છે કે, આજકાલ કોઈ પણ આવીને ઉભું રહી જાય છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સવાલ કરવા લાગે છે કે, સર્જિકલ સ્ટ્રાઈક ક્યાં થઈ, કેટલા લોકો માર્યા ગયા? પંકજા મુંડેએ કહ્યું હતું કે, સર્જિકલ સ્ટ્રાઈકના પુરાવા માંગનારા રાહુલ ગાંધીના ગળામાં બોમ્બ બાંધીને પાકિસ્તાન મોકલી દેવા જોઈએ.

ઉલ્લેખનીય છે કે, વર્ષ 2016માં જમ્મૂ-કાશ્મીરના ઉરીમાં સેનાના કેમ્પ પર આતંકીએ હુમલો થયો હતો. આ હુમલામાં સેનાના 20 જવાનો શહીદ થયાં હતાં. આ હુમલાના જવાબમાં ભારતે સપ્ટેમ્બર 2016માં પીઓકેમાં ઘુસીને સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી અને આતંકવાદી કેમ્પોનો ખાતમો બોલાવી દીધો હતો. ભારતની આ કાર્યવાહીને લઈને દેશની જ કોંગ્રેસ સહિતની રાજકીય પાર્ટીઓએ સવાલ ખડાં કર્યા હતાં. કોંગ્રેસ સહીતની પાર્ટીઓએ સર્જીકલ સ્ટ્રાઈક થઈ છે કે કેમ અને થઈ છે તો તેના અને તેમાં માર્યા ગયેલા આતંકીઓના પુરાવા માંગ્યા હતાં.

જેને લઈને મહારાષ્ટ્ર સરકારમાં ગ્રામીણ વિકાસ અને મહિલા અને બાળ વિકાસ મંત્રી પંકજા મુંડેએ આક્રમક નિવેદન આપ્યું હતું. પંકજા મુંડેએ કહ્યું હતું કે, આપણી સરકારે આપણા સૈનિકો પર કાયરતાપૂર્ણ હુમલા બાદ એર સ્ટ્રાઈક કરી, તો તેઓ કહે છે કે સર્જિકલ સ્ટ્રાઈક ક્યાં થઈ? માટે હું કહું છું કે, રાહુલ ગાંધીના ગળામાં બોમ્બ બાંધી દો અને તેમને પાકિસ્તાન મોકલી આપો.

તેમણે કહ્યું હતું કે, આજ કાલ ગમે તે વ્યક્તિ આવીને પુછવા લાગે છે અને મોદીને સવાલ કરવા માંડે છે. નરેન્દ્ર મોદી એવા લોકોને જાણતા પણ નથી તેમ છતાંયે આવીને પૂછવા લાગે છે કે સર્જિકલ સ્ટ્રાઈક ક્યાં થઈએ? કેટલા લોકો માર્યા ગયા? આવા લોકોના ગળામાં પણ બોમ્બ બાંધી દેવો જોઈએ અને તેમને હેલિકોપ્ટરથી ફેંકી દેવા જોઈએ. ત્યારે આ લોકોને ખબર પડશે.

મહારાષ્ટ્રના જાલના ખાતેના એક કાર્યક્રમમાં મહારાષ્ટ્ર ભાજપ અધ્યક્ષ રાવ સાહેબ દાનવેની એક સભામાં કહ્યું હતું કે, પંકજા મુંડેએ કહ્યું હતું કે, આ લોકો સેના પર શંકા કરી રહ્યાં છે. આવા લોકોએ જે રીતે સરહદ પર આપણા જવાનો સંઘર્ષ કરી રહ્યાં છે તે રીતે લોકતંત્રના સિપાહીના રૂપમાં તમારે પણ લડવ્યું જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન