ટાઇગર હવે 'સ્ટુડન્ટ ઓફ ધ યર-૨'માં કામ કરી શકે? - Sandesh
  • Home
  • Entertainment
  • Bollywood
  • ટાઇગર હવે ‘સ્ટુડન્ટ ઓફ ધ યર-૨’માં કામ કરી શકે?

ટાઇગર હવે ‘સ્ટુડન્ટ ઓફ ધ યર-૨’માં કામ કરી શકે?

 | 4:21 am IST

ફિલ્મ ‘હીરોપંતી’થી બોલિવૂડમાં ડેબ્યૂ કરનારા એક્ટર ટાઇગર શ્રોફ હવે કરણ જોહરની ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ યરમાં દેખાઈ શકે છે. અભિનેતા ટાઇગર શ્રોફ જે વહેલી તકે પોતાની આગામી ફિલ્મ એ ફ્લાઇંગ જટમાં દેખાશે. હાલમાં જ ટાઇગરની આ ફિલ્મનું શાનદાર ટીઝર પણ બહાર પડાઈ ચૂક્યુ છે જેમાં તે દુશ્મનોને હવાઈ સફર કરાવી અને અભિનેત્રીઓ સાથે રોમાન્સ પણ માણી રહ્યો છે. હવે આ તમામ સમાચારો વચ્ચે ટાઇગરે દર્શકોને નવી ફિલ્મની રાહ જોવા માટે તૈયાર રહેવાના સંકેત આપી દીધા છે. એવા અહેવાલ મળી રહ્યા છે કે, કરણ જોહરની ફિલ્મમાં ટાઇગર મુખ્ય અભિનેતાની ભૂમિકામાં દેખાશે. જોકે, અત્યારે અહેવાલો જ પ્રાપ્ત થયા છે અને તેનું અનુમોદન થવાનું બાકી છે. પરંતુ સૂત્રો અનુસાર અભિનેતા ફિલ્મ માટે તૈયાર છે અને ફક્ત કોન્ટ્રાક્ટ પર સહી કરવાની જ બાકી છે.