Tiger Shroff Afraid after watching Disha Patani Action Video
  • Home
  • Videos
  • Featured Videos
  • દિશા પટનીનો આ સ્ટંટ જોઈ ડરી ગયો બોલિવૂડનો એક્શન કિંગ ટાઇગર શ્રોફ, કહ્યું- આરામથી…

દિશા પટનીનો આ સ્ટંટ જોઈ ડરી ગયો બોલિવૂડનો એક્શન કિંગ ટાઇગર શ્રોફ, કહ્યું- આરામથી…

 | 8:17 pm IST

ટાઇગર શ્રોફની દોસ્ત અને બોલિવૂડ એક્ટ્રેસ દિશા પટનીનો અંદાજ અલગ છે. તેઓ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે અને સતત ફેન્સ માટે ડાન્સ વીડિયો અને તસવીરો શેર કરતી રહી છે. ઉપરાંત તેઓ એક્શનમાં પણ ટાઇગર શ્રોફથી પાછળ નથી. ઘણી વખત તેઓ સોશિયલ મીડિયા પર તેના એક્શન વીડિયો પોસ્ટ કરે છે.

જ્યારે હવે એવો જ એક વીડિયો વાયરલ થયો છે. જેમાં દિશા પટની ખતરનાક સ્ટંટ કરતા નજરે આવી રહી છે. જોકે દિશાના સ્ટંટને જોઈને ટાઇગર શ્રોફ પણ ડરી ગયો છે. તમને બતાવી દઈએ કે આ વીડિયોમાં દિશા પટની બેક હેન્ડસ્પ્રિંગની ટ્રેનિંગ લેતા નજરે આવી રહી છે. દિશાના સ્ટંટ અને કોશિશને જોઈ ટાઇગર શ્રોફે કમેન્ટ કરી લખ્યું કે,‘આરામ થી…’ આ રીતે બોલિવૂડના એક્શન કિંગ કહેવાતા ટાઇગર શ્રોફને દિશા પટની ડરાવવામાં સફળ રહી છે. દિશાના આ વીડિયોને તેના ફેન્સ ઘણો પસંદ કરી રહ્યા છે અને શેર પણ કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન