Tiger Shroff and Disha Patani Spot Together at Late Night
  • Home
  • Featured
  • Photos: બ્રેકઅપની ખબરો વચ્ચે સાથે કૉફી પીવા નીકળ્યા ટાઇગર-દિશા

Photos: બ્રેકઅપની ખબરો વચ્ચે સાથે કૉફી પીવા નીકળ્યા ટાઇગર-દિશા

 | 5:00 pm IST

બોલીવુડની સુંદર જોડી ટાઇગર શ્રોફ અને દિશા પટની આજે મુંબઈમાં એક સાથે સ્પૉટ થયા હતા. અહીં આ બંનેનો પ્રેમભર્યો અંદાજ જોવા મળ્યો હતો. ટાઇગર શ્રોફને લઇને થોડાક દિવસ પહેલા સમાચાર આવ્યા હતા કે તેનું અને દિશા પટનીનું બ્રેકઅપ થઈ ગયું છે જેને લઇને બંને ફેન્સ ઘણા નિરાશ થઈ ગયા હતા. જો કે ત્યારબાદ દિશા અને ટાઇગર ઘણીવાર એકબીજા સાથે જોવા મળ્યા છે. બ્લેક આઉટફિટમાં દિશા ઘણી જ સુંદર લાગી રહી હતી.

ફિલ્મોની વાત કરીએ તો દિશા પટની સલમાન ખાનની ‘ભારત’ ફિલ્મમાં જોવા મળશે. આ પહેલા દિશા પટની ‘બાગી-2’ ફિલ્મમાં ટાઇગર શ્રોફ સાથે જોવા મળી હતી. ટાઇગર શ્રોફની વાત કરીએ તો તે પુનિત મલ્હોત્રા નિર્દેશિત ‘સ્ટૂડેંટ ઑફ ધ યર-2’માં જોવા મળશે. આ ફિલ્મ માટે ટાઇગર શ્રોફ ઘણી જ મહેનત કરી રહ્યો છે.