tiger shroff and disha patani was snapped post their dinner date
  • Home
  • Entertainment
  • Bollywood
  • બોલિવૂડનાં આ પ્રેમી પંખીડા દર વખતે રાતે જ ડેટ પર નીકળે, કેમેરા સામે આપેે બિન્દાસ પોઝ

બોલિવૂડનાં આ પ્રેમી પંખીડા દર વખતે રાતે જ ડેટ પર નીકળે, કેમેરા સામે આપેે બિન્દાસ પોઝ

 | 11:28 am IST

ટાઈગર શ્રોફ અને દિશા પટની ભલે જાહેરમાં પોતાનાં પ્રેમને સ્વીકારતા નથી પરંતુ અવારનવાર તે રાતે જ ડેટ પર નીકળતા જોવા મળે છે. દિશાનો જન્મ દિવસ હોય કે પછી કોઈ સેલેબ્સની બર્થ-ડે પાર્ટી હોય આ કપલ રાતે જ સાથે નીકળે છે. આ પહેલા પણ ઘણી જગ્યાએ ટાઈગર અને દિશાને સ્પોટ કરવામાં આવેલા છે.

ભારત ફિલ્મનાં ઈન્ટરવ્યુ દરમિયાન ટાઈગર શ્રોફની કથિત ગર્લ ફ્રેન્ડ દિશાએ જાહેર કર્યું હતું કે ટાઈગર પ્રત્યે તેનો પ્રેમ એક તરફો છે અને આગળ કહ્યું કે મે ટાઈગરને પટાવવા માટે બધુ કરી લીધું પણ મેળ ન પડ્યો. હવે આવી વાતો વચ્ચે વાંરવાર રાતે ડેટ પર નીકળવું એ બોલિવૂડમાં ચર્ચાનો વિષય બની ગયો છે.

એકવાર ફરીથી ટાઈગર અને દિશા ડિનર પર સાથે દેખાયા હતા. દિશા તો એકદમ હોટ લાગી રહી હતી. કેમેરાની સામે બંન્નેએ બિન્દાસથી પોઝ પણ આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે આ જોડી એવી છે કે જે કેમેરામાં પણ દર વખતે બિન્દાસ પોઝ આપે છે.

જો કે પાછળનાં દિવસોમાં જ્યારે દિશા આદિત્ય ઠાકરે સાથે ડિનર પર ગઈ હતી ત્યારે ખુબ ટ્રોલ થઈ હતી. દિશા અને ટાઈગરનાં ફેન્સ તેનાથી નારાજ થઈ ગયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન