ટાઈગર હૃતિકની ડાન્સ ફિલ્મમાં આ હશે હિરોઈન, લાગે છે એકદમ સેક્સી - Sandesh
NIFTY 10,491.05 +108.35  |  SENSEX 34,142.15 +322.65  |  USD 64.7300 -0.31
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • ટાઈગર હૃતિકની ડાન્સ ફિલ્મમાં આ હશે હિરોઈન, લાગે છે એકદમ સેક્સી

ટાઈગર હૃતિકની ડાન્સ ફિલ્મમાં આ હશે હિરોઈન, લાગે છે એકદમ સેક્સી

 | 5:18 pm IST

યશરાજ ફિલ્મ્સની બે ડાન્સર અભિનેતાઓને ચમકાવતી ફિલ્મમાં લીડ અભિનેત્રીની પસંદગી થઇ ગઇ છે. પહેલીવાર અભિનેતા રિતિક રોશન અને ટાઇગર શ્રોફ સિલ્વર સ્ક્રીન શેર કરવાના છે, જેમાં આ બંનેનો સાથ બેફિકરે ફેમ અભિનેત્રી વાણી કપૂર આપવાની છે.

યશરાજ ફિલ્મ્સની ફિલ્મ શુદ્ધ દેશી રોમાન્સથી બોલિવુડ ફિલ્મ જગતમાં એન્ટ્રી કરનાર વાણી કપૂર પહેલીવાર રિતિક રોશન સાથે ડાન્સ ફ્લોર પર ઠૂમકા લગાવવાની છે. ફિલ્મનું દિગ્દર્શન સિદ્ધાર્થ આનંદ કરવાના છે. રિતિક રોશન અગિયાર વર્ષ બાદ યશરાજ કેમ્પ સાથે જોડાયો છે.

ફિલ્મમાં ટાઇગર વર્સિસ રિતિકની જુગલબંદી જોવાની લોકોને મજા પડશે એવો વિશ્વાસ સિદ્ધાર્થે વ્યક્ત કર્યો હતો. ફિલ્મનું શૂટિંગ નવેમ્બરના અંતમાં શરૃ થશે. વર્ષ ૨૦૧૯માં ૨૫ જાન્યુઆરીએ ફિલ્મ રિલીઝ કરવાની જાહેરાત ફિલ્મ મેકરોએ કરી છે.