Tiger Shroff dance like Michael Jackson video goes viral
  • Home
  • Featured
  • તો શું માઇકલ જેક્સનનો બીજો અવતાર છે ટાઇગર શ્રોફ? Video જોઇ તમે પણ થઈ જશો હક્કા-બક્કા

તો શું માઇકલ જેક્સનનો બીજો અવતાર છે ટાઇગર શ્રોફ? Video જોઇ તમે પણ થઈ જશો હક્કા-બક્કા

 | 4:36 pm IST

બોલિવૂડ એક્ટર ટાઇગર શ્રોફ તેના ડાન્સ અને એક્શન માટે જાણીતો છે. ટાઇગર શ્રોફે તેના ડાન્સ સ્ટાઇલ અને સ્ટન્ટ્સથી બધાને આશ્ચર્યચકિત કર્યા છે. ત્યારે એકવાર ફરી ટાઇગર શ્રોફ એ જ અંદાજમાં નજરે આવ્યો છે.

આપને જણાવી દઈએ કે ટાઇગર શ્રોફ સોશિયલ મીડિયા પર પણ ઘણો એક્ટિવ રહે છે. તાજેતરમાં ટાઇગર શ્રોફે તેના ઇન્સ્ટાગ્રામ પર એક ડાન્સ વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં તે ડાન્સ આઇકોન માઇકલ જેક્શનની જેમ ડાન્સ કરતા નજરે આવી રહ્યો છે. ટાઇગર શ્રોફનો આ ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પર જબરદસ્ત રીતે વાયરલ થયો છે અને તેના ફેન્સને ઘણો પસંદ પણ આવી રહ્યો છે. માત્ર એક દિવસ પહેલા પોસ્ટ કરેલા આ વીડિયોને લખાય ત્યાં સુધી લગભગ 11.5 લાખથી વધુ લોકોએ જોયો છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તાજેતરમાં જ ટાઇગર શ્રોફ, રિતિક રોશન સાથે ફિલ્મ ‘વોર’ માં જોવા મળ્યો હતો. એક્શન થ્રિલર આ ફિલ્મ ચાહકોને ખૂબ પસંદ આવી હતી. આ ફિલ્મે 300 કરોડનો આંકડો પાર કરી દીધો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન