આવતાની સાથે જ વાયરલ થયો ટાઇગર શ્રોફના ડાંસનો આ video - Sandesh
NIFTY 11,371.45 -63.65  |  SENSEX 37,660.75 +-191.25  |  USD 70.3300 +0.44
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • Featured Videos
  • આવતાની સાથે જ વાયરલ થયો ટાઇગર શ્રોફના ડાંસનો આ video

આવતાની સાથે જ વાયરલ થયો ટાઇગર શ્રોફના ડાંસનો આ video

 | 11:29 am IST

એમા કોઇ બેમત નથી કે ટાઇગર શ્રોફ બોલીવુડના શ્રેષ્ઠ ડાંસર્સમાંથી એક છે. એક્ટિંગની સાથે સાથે પોતાની ડાંસિંગ સ્કિલ્સથી અભિનેતાએ ઓડિયન્સને પ્રભાવીત કરી છે. ટાઇગર સોશિયલ મીડિયામાં પોતાના ડાંસિંગ વીડિયો અપલોડ કરતો રહે છે. તાજેતરમાં તેણે એક એવો વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં તે વરુણ ધવનને ટક્કર આપતો દેખાય છે. ટાઇગરનો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ રહ્યો છે.

વીડિયોમાં ટાઇગર શ્રોફ જોરદાર ડાંસ મૂવ્સ બતાવી રહ્યાં છે. તેમના ડાંસના જેટલા વખાણ કરો તેટલા ઓછા છે. ટાઇગર બોલીવુડ અભિનેતા વરુણ ધવનની ફિલ્મ જુડવા2ના ગીત આ તો સહી… પર ડાંસ કરતા દેખાય છે. ફિલ્મમા ગીત પર વરુણે જેકલીન ફર્નાડીસ અને તાપસી પન્નૂની સાથે ડાંસ અને રોમાંસ કર્યો હતો.