Video Viral Of Tiger Shroff Fighting With Duplicate of Him
  • Home
  • Videos
  • ટાઇગર શ્રોફે ખુદનાં હમશક્લ સાથે કરી મારઝૂડ, વિડીયો વાયરલ

ટાઇગર શ્રોફે ખુદનાં હમશક્લ સાથે કરી મારઝૂડ, વિડીયો વાયરલ

 | 6:52 pm IST

બોલીવુડનાં એક્શન સ્ટાર ટાઇગર શ્રૉફ અત્યારે પોતાની આગામી ફિલ્મોનાં શૂટિંગમાં વ્યસ્ત છે. વચ્ચે વચ્ચે તે એડ ફિલ્મો પણ શૂટ કરે છે અને તેનો વિડીયો પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર પણ કરતો રહે છે. તાજેતરમાં જ તેણે એક વિડીયો શેર કર્યો છે. વિડીયોમાં તે પોતાના હમશક્લની મારપીટ કરતો જોવા મળી રહ્યો છે. ટાઇગર શ્રોફ ડાન્સ અને એક્શનનો શોખીન છે. તે પોતાના ડાન્સ વિડીયો અને એક્શન વિડીયો શેર કરતો રહે છે. આ વખતે પણ કંઇક એવું જ જોવા મળી રહ્યું છે. પોતાના એમએમએ મેટ્રિક્સ જીમમાં ટાઇગર શ્રોફ ડબલ રોલમાં પોતાના હમશક્લ સાથે મારઝૂડ કરતો જોવા મળી રહ્યો છે. આ વિડીયો ઇન્ટરનેટ પર ઘણો જ વાયરલ થઇ રહ્યો છે.