Tiger Shroff goes shirtless and Disha Patani couldn't stop Herself
  • Home
  • Entertainment
  • Bollywood
  • ટાઈગર શ્રોફનો આ ફોટો જોતા જ દિશા પટનીને લાગી જોરદાર ‘આગ’, કોમેન્ટ થઈ ગઈ વાયરલ

ટાઈગર શ્રોફનો આ ફોટો જોતા જ દિશા પટનીને લાગી જોરદાર ‘આગ’, કોમેન્ટ થઈ ગઈ વાયરલ

 | 8:01 pm IST

અભિનેત્રી દિશા પટણી અને ટાઈગર શ્રોફ વચ્ચે ઘણા વર્ષોથી ઘુટરઘુ ચાલી રહ્યું છે. બંને પોતાના અફેર્સના કારણે અવારનવાર ચર્ચામાં રહે છે. આ બંનેને બોલિવૂડના બેસ્ટ લવબર્ડ્સ માનવામાં આવે છે. ઘણીવાર તેઓ દેશ અને વિદેશમાં પણ સાથે જ સમય ગાળતા જોવા મળે છે. પરંતુ તાજેતરમાં ટાઈગર શ્રોફના કારણે દિશા ચર્ચાનુ કેન્દ્ર બની છે.

તાજેતરમાં જ ટાઇગર શ્રોફની એક તસવીર સામે આવી છે. જેને લઈને દિશા સુપરહોટ કમેન્ટ કરી છે. આ તસવીરમાં ટાઇગર દરિયાકિનારે શર્ટલેસ લુકમાં જોવા મળ્યો છે. આ તસવીરમાં દિશાએ FIREનું ઇમોજ કરીને પોતાના દિલમાં લાગેલી આગ વિશે જણાવ્યું છે.

બોલિવૂડમાં ઘણા લાંબા સમયથી ટાઇગર શ્રોફ અને દિશા પટણીના અફેરની ચર્ચા ચાલી રહી છે. આ બંનેએ ક્યારેય આ મામલે કોઈ પ્રકારની સ્પષ્ટતા નથી કરી. તેઓ એક તરફ પોતાના રિલેશન વિષે બોલવાને લઈને ટાળી રહ્યા છે અને બીજી તરફ તેમના ડેટિંગની તસવીરો નિયમિત સમયાંતરે ક્લિક થતી રહે છે.

ડાયરેક્ટર-પ્રોડ્યુસર કરણ જોહરના ચેટ શોમાં ટાઇગરે આખરે દિશા સાથેના તેના સંબંધોની સ્પષ્ટતા કરી હતી. કરણ જોહરે જ્યારે તેને દિશા સાથેના તેના સંબંધો વિશે સીધો સવાલ કર્યો ત્યારે ટાઇગરે કહ્યું કે, હું તેનો બહુ સારો મિત્ર છું. મને તેની કંપની ગમે છે અને હું તેની સાથે ખુશ રહું છું. મારા અને દિશાના રસના વિષયો સરખા છે. બોલિવૂડમાં મારા ખાસ મિત્રો નથી પણ દિશા સાથે મને ફાવે છે.

હવે તાજેતરમાં ટાઈગર શ્રોફના શર્ટલેશ ફોટા પર દિશા પટણીએ કરેલી કોમેન્ટે બોલિબૂડમાં ચર્ચા જગાવી છે.

આ વીડિયો પણ જુઓ : દીપિકાની ફિલ્મ છપાકને બૉયકૉટ કરવા માટે અપીલ કરવામાં આવી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન