બોલિવુડનો સૌથી ફિટ હીરો છે જય હેમંત, આમિરે પણ લીધી હતી સલાહ - Sandesh
NIFTY 11,008.05 +71.20  |  SENSEX 36,519.96 +196.19  |  USD 68.4500 -0.12
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • બોલિવુડનો સૌથી ફિટ હીરો છે જય હેમંત, આમિરે પણ લીધી હતી સલાહ

બોલિવુડનો સૌથી ફિટ હીરો છે જય હેમંત, આમિરે પણ લીધી હતી સલાહ

 | 12:50 pm IST

2 માર્ચનાં રોજ બોલિવુડનાં ‘બાગી’ ટાઇગર શ્રોફે પોતાનો જન્મદિવસ મનાવ્યો હતો. ટાઇગર શ્રોફ જાણીતા અભિનેતા જૈકી શ્રોફનો દીકરો છે એ વાત તો દરેક જાણે છે, પરંતુ તેના વિશે કેટલીક રસપ્રદ વાતો છે જે કદાચ તમે નહીં જાણતા હોવ.

ટાઇગર શ્રોફનું અસલી નામ જય હેમંત શ્રોફ છે. હંમેશા તેને એક પ્રશ્ન પૂછવામાં આવે છે કે તેનું નામ ટાઇગર કઇ રીતે પડ્યું? આ નામની પાછળ રહેલી એક રસપ્રદ વાત સામે આવી છે. કહેવામાં આવે છે કે બાળપણમાં ટાઇગર લોકોને એકદમ જોરથી બચકા અને નખ ભરતો હતો. તેની આ આદત જોઇને તેના પપ્પા જૈકી શ્રોફે તેને ટાઇગર બોલાવવાનું શરૂ કર્યું. ત્યારબાદ તેનું નામ જ ટાઇગર પડી ગયું.

ટાઇગર શ્રોફને તેની ફિટનેસ માટે ઓળખવામાં આવે છે. ટાઇગર શ્રોફનું ડાયટ શું છે તે પ્રશ્નનો જવાબ સાંભળીને સૌને નવાઇ લાગી શકે છે. ટાઇગર સંપૂર્ણ શાકાહારી છે. ટાઇગરનાં વિશે એવું પણ કહેવામાં આવે છે કે તે આલ્કોહોલનું સેવન નથી કરતો.

ટાઇગરની ફિટનેસનો અંદાજો એ વાત પરથી લગાવી શકાય છે કે બોલિવુડના મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાને ‘ધૂમ-3’માં પોતાના રોલ માટે ટાઇગર પાસેથી સલાહ લીધી હતી. ત્યારબાદ આમિર ખાનનો જે લૂક સામે આવ્યો હતો તેની ઘણી તારીફ થઇ હતી. ટાઇગરે આમિર ખાનને ફિટ બોડી બનાવવામાં ઘણી મદદ કરી હતી.

ટાઇગર શ્રોફ માર્શલ આર્ટ્સમાં પારંગત છે. તે હંમેશા એક ડાન્સર અથવા સ્પોર્ટસમેન બનવા ઇચ્છતો હતો. ટાઇગરને તાઇક્વાંડોમાં બ્લેક બેલ્ટ પણ મળેલો છે.

હાલમાં ટાઇગર પોતાની આગામી ફિલ્મ ‘બાગી-2’ની તૈયારીમાં વ્યસ્ત છે. ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરી દેવામાં આવ્યું છે. આ ફિલ્મમાં પણ ટાઇગરનો એક્શનથી ભરપૂર કિરદાર લોકોને પસંદ આવી રહ્યો છે. ફિલ્મમાં તેમની ગર્લફ્રેન્ડ દિશા પટની પણ સાથે છે. આ ફિલ્મ 30 માર્ચ 2018નાં રોજ રિલીઝ થશે.