Tiger Shroff Post Action Scene Video Viral
  • Home
  • Videos
  • Featured Videos
  • ટાઇગર શ્રોફની જબરદસ્ત એક્શન ટ્રેનિંગ, વીડિયો થયો વાયરલ

ટાઇગર શ્રોફની જબરદસ્ત એક્શન ટ્રેનિંગ, વીડિયો થયો વાયરલ

 | 9:39 pm IST

બોલિવુડ એક્ટર ટાઇગર શ્રોફ તેની ફિલ્મો માટે ઘણી મહેનત કરે છે. હાલ ટાઇગર શ્રોફ તેની આવનારી ફિલ્મ ‘રેમ્બો’ અને ‘બાગી 3’ના એક્શન સીન માટે જબરદસ્ત પ્રેક્ટિસ કરી રહ્યો છે. એવો એક વીડિયો ટાઇગર શ્રોફે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કર્યો છે. ટાઇગરે આ વીડિયો તેના ફેન્સ માટે પોસ્ટ કર્યો છે. જેમાં ટાઇગર ઈન્ટરનેશનલ આર્ટિસ્ટથી માર્શલ આર્ટની ટ્રેનિંગ લેતા નજરે આવે છે. આ વીડિયોમાં ટાઇગર શ્રોફ ટ્રેનર સાથે એક્શન સીનની પ્રેક્ટિસ કરી રહ્યો છે. ટાઇગર શ્રોફની એક્શન ફિલ્મોમાં તેમના સ્ટંટ અને ફાઇટ સીન્સ ક્લીન એટલા માટે હોય છે કારણ તે ટ્રેનિંગ અને પ્રેક્ટિસને ખૂબજ ગંભીરતાથી લે છે.

ટાઈગર શ્રોફે આ વીડિયોને શેયર કરતા લખ્યું કે,‘દુનિયાભરના આર્ટિસ્ટ સાથે કામ કરીને અને શીખીને ખૂબજ ખુશી મળે છે.’ સૂત્રો મુજબ ટાઈગર શ્રોફ અને ઋત્વિક રોશન જલ્દી એક ફિલ્મમાં સાથે દેખાશે. જેમાં બન્નેનો અંદાજ જોવા જેવો રહેશે. ટાઈગર શ્રોફની આવનારી ફિલ્મોની વાત કરીએ તો ‘સ્ટુડન્ટ ઓફ ધ યર 2’માં તે તારા સુતારિયા અને અનન્યા પાંડેય સાથે દેખાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન