Tiger Shroff Running Video goes Viral on Social Media
  • Home
  • Videos
  • Featured Videos
  • ટાઈગર શ્રોફની ચિત્તા જેવી દોડ જોઈ તમારી આંખો પણ થઈ જશે પહોળી, જુઓ Video

ટાઈગર શ્રોફની ચિત્તા જેવી દોડ જોઈ તમારી આંખો પણ થઈ જશે પહોળી, જુઓ Video

 | 3:14 pm IST

ટાઈગર શ્રોફ તેના ડાન્સ અને એક્શન માટે ઘણો જાણીતો છે. ટાઈગર સોશિયલ મીડિયા પર પણ ઘણો એક્ટિવ રહે છે. તે સતત તેના વીડિયો અને ફોટોઝ ફેન્સ સાથે શેર કરે છે. જે ઘણા વાયરલ થાય છે. ત્યારે હવે ટાઈગરનો વધુ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે અને ધૂમ મચાવી રહ્યો છે.

આ વીડિયોમાં ટાઈગર શ્રોફ જબરદસ્ત દોડ લગાવતા દેખાઈ રહ્યો છે. ટાઈગર સિવાય આ વીડિયોમાં બીજા બે-ત્રણ વ્યક્તિ પણ દેખાઈ રહી છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે ટાઈગર કેવી રીતે તેના સ્પર્ધકોને દોડમાં પાછળ મૂકી દે છે. ટાઈગર શ્રોફના આ વીડિયોને લખાય ત્યાં સુધી 29 લાખથી વધુ લોકોએ જોયો છે. તમને જણાવી દઈએ કે ટાઈગરે આ વીડિયો તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર બે દિવસ પહેલા પોસ્ટ કર્યો હતો. ટાઈગર શ્રોફની ફિલ્મ ‘સ્ટુડન્ટ ઓફ ધ ઈયર 2’ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન