Tiger Shroff Stunt video goes viral on social Media
  • Home
  • Videos
  • Featured Videos
  • ટાઇગર શ્રોફનો આ ખતરનાક સ્ટંટ તમારા પણ રૂંવાટા ઉભા કરી દેશે, જુઓ Video

ટાઇગર શ્રોફનો આ ખતરનાક સ્ટંટ તમારા પણ રૂંવાટા ઉભા કરી દેશે, જુઓ Video

 | 7:54 pm IST

બોલિવૂડ એક્ટર ટાઇગર શ્રોફ તેના શાનદાર ડાન્સ અને એક્શન માટે જાણીતો છે. તે સોશિયલ મીડિયા પર પણ ઘણો એક્ટિવ રહે છે. સોશિયલ મીડિયા એપ ઇન્ટાગ્રામ પર તે અવારનવાર ફોટોઝ અને વીડિયોઝ ફેન્સ સાથે શેર કરતો હોય છે. જે ફેન્સને પણ ઘણા પસંદ આવે છે.

આપને જણાવી દઈએ કે ટાઇગરે તાજેતરમાં તેના એક સ્ટંટનો વીડિયો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં ટાઇગરે જબરદસ્ત સ્ટંટ કર્યો છે. તે એક ઊંચી બિલ્ડિંગથી કૂદકો મારતા નજરે આવી રહ્યો છે. જોકે ટાઇગરે આ સ્ટંટ સંપૂર્ણ સેફ્ટી સાથે કર્યો છે. વીડિયો જોઈને એવી લાગી રહ્યું છે કે આ તેની કોઈ આગામી ફિલ્મના શેટનો છે. લખાય ત્યાં સુધી આ વીડિયોને લગભગ 26 લાખથી વધુ લોકોએ જોયો છે. દર્શકોથી નિવેદન છે કે આ વીડિયો જોઈ ઘરે અથવા બહાર આવો સ્ટંટ કરવાનો પ્રયાસ ન કરે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન