Tiger Shroff's sister krushna asked disha What is your size
  • Home
  • Featured
  • PHOTOS: દિશા પટણીએ વધારે પડતાં ટૂંકા કપડાં પહેર્યા, તો ટાઈગરની બહેને સીધું આવું કહી દીધું

PHOTOS: દિશા પટણીએ વધારે પડતાં ટૂંકા કપડાં પહેર્યા, તો ટાઈગરની બહેને સીધું આવું કહી દીધું

 | 4:21 pm IST

બોલિવૂડ અભિનેત્રી દિશા પટણી પોતાના કપડાંને લઈને વધારે ચર્ચામાં રહેતી હોય છે. સોશિયલ મીડિયા પર વાયરલ થતી તેની હોટ અને બોલ્ડ તસવીરો ભલભલા લોકોનો પરસેવો છોડાવી નાંખે તેવી સુંદર હોય છે. દિશા હાલમાં જ ફિલ્મ મલંગની સક્સેસ પાર્ટીમાં જોવા મળી હતી. ત્યાં તેણે લાલ કલરનો શોર્ટ ડ્રેસ પહેર્યો હતો. આ ડ્રેસમાં દિશા એકદમ હોટ લાગી રહી હતી.

દિશાની આ તસવીર ભારે ચર્ચામાં પણ રહી હતી. લોકોએ કોમેન્ટ કરીને અભિનેત્રીના વખાણ પણ કર્યા હતા. પરંતુ ટાઈગર શ્રોફની બહેન કૃષ્ણા શ્રોફે ડ્રેસની સાઈઝ પૂછી લીધી. આ કોમેન્ટ હાલમાં ચર્ચાનો વિષય બની ચૂકી છે. દિશાના ફોટો પર કૃષ્ણાએ કોમેન્ટ કરીને લખ્યું કે, મેં પણ આ ડ્રેસ ઓર્ડર કર્યો હતો. પરંતુ હજુ આવ્યો નથી. તેં કઈ સાઈઝનો ડ્રેસ પહેર્યેા છે?

કૃષ્ણાની આ કોમેન્ટ પર દિશાએ જવાબ પણ આપ્યો છે. દિશાએ લખ્યું કે, મે એક્સ એસ (એકસ્ટ્રા સ્મોલ) સાઈઝનો ડ્રેસ પહેર્યો છે. દિશા પટણી છેલ્લે અનિલ કપૂર અને આદિત્ય રોય કપૂર સાથે ફિલ્મ મલંગમાં જોવા મળી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સારો કમાલ કરી ગઈ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન