'ટાઈગર ઝિંદા હૈ'ની રેકોર્ડ બ્રેક કમાણી, 12 દિવસમાં થઈ અધધધ આવક - Sandesh
  • Home
  • Entertainment
  • Bollywood
  • ‘ટાઈગર ઝિંદા હૈ’ની રેકોર્ડ બ્રેક કમાણી, 12 દિવસમાં થઈ અધધધ આવક

‘ટાઈગર ઝિંદા હૈ’ની રેકોર્ડ બ્રેક કમાણી, 12 દિવસમાં થઈ અધધધ આવક

 | 1:40 pm IST

બોલિવૂડના બજરંગી ભાઈજાનનો જાદૂ ફરીથી છવાઈ ગયો છે. ફરી એકવાર સલમાન ખાન દર્શકોને રાજી કરવામાં સફળ થયો છે. એટલે જ તો ફિલ્મ ‘ટાઈગર ઝિંદા હૈ’ની કમાણીમાં સતત વધારો થઈ રહ્યો છે. ફિલ્મ રિલીઝ થઈ તેના 12 દિવસમાં 200 કરોડથી વધારેની કમાણી કરી ચુકી છે અને ટુંક સમયમાં તે 300 કરોડની ક્લબમાં સામેલ થઈ જશે.

ટાઈગર ઝિંદા હૈની ભારતમાં કમાણી 279 કરોડથી વધારે થઈ છે. આ ફિલ્મ રિલીઝ થયા પછી એક સપ્તાહમાં જ 200 કરોડની ક્લબમાં પહોંચી ચુકી હતી. જ્યારે હવે બીજા સપ્તાહમાં ફિલ્મ 300 કરોડની નજીક પહોંચી ચુકી છે. કૈટરિના કૈફ અને સલમાન ખાનની સુપરહીટ જોડીને ચમકાવતી ફિલ્મ ટાઈગર ઝીંદા હૈની બીજા સપ્તાહની કમાણી પર નજર કરીએ તો બીજા શુક્રવારે ફિલ્મની કમાણી 11.50 કરોડ, શનિવારે 15 કરોડ, રવિવારે 22 કરોડ, સોમવારે 18 કરોડ અને મંગળવારે 7 કરોડની કમાણી હતી. એટલે કે ટાઈગર ઝિંદા હૈની કમાણી બીજા સપ્તાહમાં 73 કરોડથી વધારે રહી હતી.

ફિલ્મ જે રીતે કમાણી કરી રહી છે તેના પરથી અનુમાન કરવામાં આવી રહ્યું છે કે આગામી દિવસોમાં ફિલ્મ ‘બજરંગી ભાઈજાન’ અને ‘સુલ્તાન’ની કમાણીના રેકોર્ડ પણ ટાઈગર ઝિંદા હૈ તોડી દેશે. અત્રે ઉલ્લેખનીય થે કે સુલ્તાનની કમાણી 300 કરોડ રહી હતી જ્યારે બજરંગી ભાઈજાનની કમાણી 320.34 કરોડ રહી હતી. હાલ ટાઈગર ઝિંદા હૈ ફિલ્મે 279 કરોડથી વધુ કમાણી કરી છે.