સલમાનની ફિલ્મ 'ટાઈગર જીંદા હૈ'નું PM મોદી સાથે છે ખાસ કનેકશન - Sandesh
  • Home
  • Entertainment
  • Bollywood
  • સલમાનની ફિલ્મ ‘ટાઈગર જીંદા હૈ’નું PM મોદી સાથે છે ખાસ કનેકશન

સલમાનની ફિલ્મ ‘ટાઈગર જીંદા હૈ’નું PM મોદી સાથે છે ખાસ કનેકશન

 | 11:50 am IST

સલમાન ખાન ફરી એકવાર વર્ષના અંતે બોક્સ ઓફિસ પર નવા નવા રેકોર્ડ સર્જી રહ્યો છે. સલમાનની ફિલ્મ ‘ટાઈગર જીંદા હૈ’ વર્ષ 2017ની સૌથી કમાણી કરતી બીજી ફિલ્મ છે. આ ફિલ્મનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ખાસ કનેક્શન છે.

ફિલ્મના નિર્દેશક અલી અબ્બાસ જફરે આ મામેલ રહસ્ય જાહેર કર્યું છે. અલી અબ્બાસે કહ્યું હતું કે, જો દર્શકોએ નોંધ લીધી હોય તો ફિલ્મમાં મિશન દરમિયાન પરેશ રાવલ ટાઈગર (સલમાન ખાન)ને પુછે છે “પીએમ સાહેબ”ને મિશનની જાણકારી છે ને? અલી અબ્બાસના જણાવ્યા પ્રમાણે, ફિલ્મમાં અસલી ડયલોગ હતો ‘મોદીની કો પતા હૈ? આ ડાયલોગને અબ્બાસે એટલા માટે ફિલ્મમાં રાખ્યો હતો કારણ કે, તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કરવા માંગતા હતાં. તેમણે ઈરાકમાં બંધી બનાવવામાં આવેલી ભારતીય નર્સોને સફળતાપૂર્વક છોડાવવામાં મહત્વની ભૂમિકા અદા કરી હતી. જોકે, સેસર બોર્ડના કહેવાથી ડાયલોગને હટાવી દેવામાં આવ્યો હતો.

અલ્લી અબ્બાસ જફરના જણાવ્યા પ્રમાણે, ફિલ્મ કાલ્પનિક છે. તેથી સેંન્સર બોર્ડે ડાયલોગને બદલીને ‘પીએમ સાહબ’ કરવા કહ્યું હતું. સેંન્સર બોર્ડના નિર્ણયનું સ્વાગત કરતા ફિલ્મના નિર્દેશકે જણાવ્યું હતું કે, બોર્ડનો આ નિર્ણય યોગ્ય છે, કારણ કે અમે બચાવ અભિયાનની વાસ્તવિક જાણકારી નહોતા દર્શાવી રહ્યાં.

ઉલ્લેખનીય છે કે, ‘ટાઈગર ઝિંદા હૈ’ ફિલ્મની કહાની વાસ્તવિક ઘટના પર આધારીત છે. ફિલ્મમાં સલમાન ખાન અને કેટરીના કૈફ 25 ભારતીય નર્સોને ખુંખાર ત્રાસવાદી સંગઠન આઈએસઆઈએસના કબજામાંથી છોડાવતા નજરે પડે છે. આ ઘટના 2014માં ઘટી હતી. આતંકવાદી સંગઠન આઈએસઆઈએસએ ઈરાકના ટિકરીતમાં કામ કરતી 46 નર્સોને બંધક બનાવી હતી. તેમનું અપહરણ કરીને એક હોસ્પિટલમાં રાખવામાં આવી હતી. હોસ્પિટલ બહાર ગોળીબાર થતા કેટલીક નર્સો ઈજાગ્રસ્ત પણ થઈ હતી. આ નર્સોને આઈએસઆઈએસના કબજામાંથી છોડાવવી ખુબ જ પડકારજનક બાબત હતી, પરંતુ સરકારની સુઝબુઝના કારણે આ કામ પાર પાડી બતાવ્યું હતું.