NIFTY 9,360.55 -25.60  |  SENSEX 30,301.64 +-63.61  |  USD 64.7300 -0.16
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • ટાઇગર ઝિંદા હૈમાં શિયાળ સાથે એક્શન કરશે સલમાન

ટાઇગર ઝિંદા હૈમાં શિયાળ સાથે એક્શન કરશે સલમાન

 | 2:43 am IST

ફિલ્મ ટાઇગર ઝિંદા હૈનું શૂટિંગ પુરજોશમાં ચાલી રહ્યું છે. ફિલ્મનું શૂટિંગ દેશ સહિત વિદેશમાં ચાલી રહ્યું છે. હાલમાં જ ફિલ્મના લીડ સલમાન ખાને માઇનસ વન ડિગ્રી તાપમાનમાં શૂટિંગ પૂર્ણ કર્યું  છે. ફિલ્મના અહેવાલ મુજબ સલમાન ખાન આ ફિલ્મમાં ખતરનાક સ્ટન્ટ અને એકશન દૃશ્યો ભજવવાનો છે. ફિલ્મ મેકર્સ ફિલ્મમાં જોખમી એકશન દૃશ્યો મૂકવા માગે છે. આદિત્ય ચોપરા ફિલ્મમાં શિયાળો સાથે સલમાન ખાનની ફાઇટ બતાવવાની ઇચ્છા રાખે છે. આ ફિલ્મી દૃશ્યને ન્યાય આપવા ચોપરાએ હોલિવૂડના એકશન ડાયરેકટર ટોમ સૂથર્સને વિશેષ રીતે બોલાવ્યા છે. આ શૂટિંગ ઓસ્ટ્રેલિયાના બરફવાળા જંગલોમાં શૂટ થવાનું છે. આ ફિલ્મમાં ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ ક્ષચ હશે અને આ કોન્સેપ્ટ એટલે જ મૂકવામાં આવ્યો હોવાનું મનાય છે. સલમાન ફિલ્મમાં રો એજન્ટ તરીકે એક અલગ જ અંદાજમાં દર્શકોને જોવા મળવાનો છે. તેની સાથે કેટરીના કૈફ પણ એકશન ભૂમિકામાં જોવા મળવાની છે. ફિલ્મ માટે સલમાન ખાને ૧૭ કિલો વજન ઘટાડયું છે તેમ જ શિયાળોના ટ્રેનર સલમાનને કોઇપણ નુકસાન ન પહોંચે તેની તકેદારી રાખવાના છે.

1