ખેડૂતની રાત્રે 1 વાગ્યે આંખ ખૂલીને બાજુમાં સૂતેલાને જોઇ ઉડી ગયા હોંશ - Sandesh
  • Home
  • India
  • ખેડૂતની રાત્રે 1 વાગ્યે આંખ ખૂલીને બાજુમાં સૂતેલાને જોઇ ઉડી ગયા હોંશ

ખેડૂતની રાત્રે 1 વાગ્યે આંખ ખૂલીને બાજુમાં સૂતેલાને જોઇ ઉડી ગયા હોંશ

 | 10:32 am IST

ઉત્તરપ્રદેશ (યુપી)ના પીલીભીત જિલ્લામાં વિધિપુર વિસ્તારમાં રહેતા ભોલે રામ જ્યારે પોતાના ચાર દીકરા અને એક દીકરી સાથે ખેતરમાં કામ કર્યા બાદ રાત્રે સૂઇ રહ્યા હતા તો તેમણે જોયું કે પરિવાર સિવાય બીજું કોઇ તેમના ઘરમાં સૂઇ રહ્યું હતું. રાત્રે અંદાજે એક વાગ્યાની આસપાસ અવાજ સાંભળીને બેઠા થયા. તો તેમના ઘરમાં એક વાઘણ આરામથી બેઠી હતી.

વાઘણની ઉંમર લગભગ 3 વર્ષ કહી રહ્યાં છે. માનવામાં આવી રહ્યું છે કે ભોલેરામના ઘરમાં જવા માટે એક રસ્તો ખુલ્લો હતો ત્યાંથી ત્રણ કિલોમીટરના અંતરે પીલીભીત ટાઇગર રિઝર્વથી વાઘણ આવી ગઇ હશે. તેને જોઇ ઘરવાળા ડરીને બહાર ભાગ્યા. તેમણે પાડોશીઓને માહિતી આપી જેમણે એસપી અને વન વિભાગને જણાવ્યું. વન સંરક્ષક (બરેલી સર્કલ) વીકે સિંહ એ કહ્યું કે વાઘણને પંડારી અને બકૈનિયા ગામની પાસે જોઇ હતી. તેની ભાળ મેળવવા માટે રવિવારના રોજ વન વિભાગના બે અધિકારીઓને મોકલ્યા હતા પરંતુ વાઘણ બચી નીકળી.

ભોલે રામના ઘરે પહોંચેલ ટીમ એ વાઘણને કોઇપણ રીતે ઘરમાંથી બહાર કાઢી અને પછી જાળ બિછાવી પકડી લીધી. આસપાસના લોકોને વાઘણ છે તેવી ખબર પડતા બધા ડરી ગયા હતા. આની પહેલાં ખેતરમાં કામ કરી રહેલા દિયોહના ગામના રહેવાસી પર વાઘ એ અચાનક હુમલો કરતાં ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ સિવાય પહેલાં પણ 20 લોકો વાઘના હુમલાનો શિકાર બની ચૂકયા છે.