Tik-Tok star Jannat Zubair Chinese app ban, says "I support the government's decision"
  • Home
  • Featured
  • ચાઇનીઝ એપ પર પ્રતિબંધ મુકવા પર હૉટ ટિકટોક સ્ટારે કહ્યું, ‘હું સરકારના આ નિર્ણય પર…’

ચાઇનીઝ એપ પર પ્રતિબંધ મુકવા પર હૉટ ટિકટોક સ્ટારે કહ્યું, ‘હું સરકારના આ નિર્ણય પર…’

 | 8:14 am IST

દેશભરમાં ટિકટોક સહિત 59 એપ પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. એવામાં વધારે ટિકટોક પર એક્ટિવ રહેનારા લોકોને મોટો ઝટકો લાગ્યો છે. જણાવી દઇએ કે દેશની ઘણા એવા સ્ટાર્સ છે જેને આ એપ પર પોતાનો ટેલેન્ટ બતાવવાની તક મળી. અને આ પ્લેટફોર્મ પર ખૂબ પોપ્યુલારિટી પણ હાંસલ કરી. એવી જ એક ટિકટોક સ્ટાર્સમાં એક છે જન્નત જુબેર.

ટિકટોક સ્ટાર જન્નેતે એક ઇન્ટરવ્યુમાં એપ બંધ થવા પર કહ્યું કે હું આ નિર્ણયથી ખૂબ ખુશ છું. હું તો રાહ જોઇ રહી હતી કે ક્યારે ટિકટોક પર પ્રતિબંધ થવાના સમાચાર મળે. હું સરકારના આ નિર્ણયને પૂરો સપોર્ટ કરું છું એટલું જ નહીં હું દરેક ચાઇનીજ એપ્સને પ્રતિબંધ કરવા માટે પણ સમર્થન કરું છું. જન્નતે જણાવ્યું કે એવા ઘણા લોકો છે જેને આ ખબરથી ઝટકો લાગ્યો છે. પરંતુ મને ક્યાંકને ક્યાંક આ વાતનો શક હતો કે ટિકટોક પર પ્રતિબંધ આવી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન