nearly 9 crore Indian users in quitter one added TikTok report
  • Home
  • Featured
  • ભારતમાં વધી રહ્યુ છે Tik Tokનું વળગણ, થોડા સમયમાં 9 કરોડ યુઝર્સ જોડાયાં

ભારતમાં વધી રહ્યુ છે Tik Tokનું વળગણ, થોડા સમયમાં 9 કરોડ યુઝર્સ જોડાયાં

 | 9:57 am IST

અશ્લીલ કન્ટેન્ટના કારણે ખુબજ ટીકાને પાત્ર બનેલ ચીનની વીડિયો શેરિંગ એપ Tik Tok ખુબજ ઓછા સમયમાં ભારતમાં લોકપ્રિય થઈ રહી છે. એ હદે લોકો તેના દિવાના થયા છે કે તેના વપરાશકર્તાઓની સંખ્યા કરોડોમાં પહોંચી ચુકી છે. નાના મોટા જ્યાં જુઓ ત્યાં બસ Tik Tok વર્ષ 2019માં પહેલા ત્રિમાસીક ગાળામાં આ એપમાં 8.86 કરોડ ભારતીય જોડાઈ ચુક્યા છે.

મોબાઈલ એપ ઈંટેલિજન્સ ફર્મ સેંસર ટાવર અનુસાર ટિક ટોક યુઝર્સના આ આંકડાઓ છેલ્લા વર્ષની સરખામણીએ 8.2 ગણા વધી ગયા છે.

ચીનની ટેકનોલોજી કંપની બાઈટડાંસની આ એપ Tik Tok અમેરિકા અને બીજી જગ્યાઓ પર ખોટી રીતે લોકોના ખાનગી ડેટા એકઠા કરવાના વિવાદમાં ફસાઈ ચુકી છે.

મદ્રાસ હાઈકોર્ટની એક અરજીની સુનાવણી કરતી વખતે આ કહેવામાં આવ્યુ હતુ કે કેન્દ્ર સરકારે આ એપ પર પ્રતિબંધ લાદવો જોઈએ. કોર્ટે કહ્યું કે આ પોર્નોગ્રાફીને ફેલાવવામાં મદદરૂપ થાય છે. અને બાળકોનું ભવિષ્ય બરબાદ કરી નાંખશે.

આટલા વિવાદો અને આરોપો લાગ્યા હોવા છતાં Tik Tokની લોકપ્રિયતામાં કોઈ ઘટાડો થયો નથી અને તેના યુઝર્સ સતત વધી રહ્યા છે. સેંસર ટોવરના સંસ્થાપક ઓલિવર એહના જણાવ્યા અનુસાર 18.8 કરોડ લોકો જોડાઈ ચુક્યા છે.

આપને જણાવી દઈએ કે આ મામલે મદ્રાસ હાઈકોર્ટની મદુરૈ બેચને આ મહીને કેન્દ્ર સરકારને નિર્દેશ કર્યો હતો કે તે લોકપ્રિય મોબાઈલ વીડિયો એપના ડાઉનલોડ પર પ્રતિબંધ મુકી દે. કોર્ટે મીડિયાને પણ કહ્યુ છે કે તે Tik Tok પર બનેલા વીડિયોનું પ્રસારણ ન કરે. Tik Tokના વીડિયોમાં અશ્લીલ સામગ્રીની ભરમાર હોય છે. આથી જ કોર્ટે આ આદેશ આપ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન