TikTok app becomes 'shutdown' in India, this notice is seen when you open the app
  • Home
  • Technology
  • ભારતમાં Tiktokના પાટીયા પડી ગયા, એપને ઓપન કરતા જ દેખાશે આ ખાસ નોટીસ

ભારતમાં Tiktokના પાટીયા પડી ગયા, એપને ઓપન કરતા જ દેખાશે આ ખાસ નોટીસ

 | 8:56 pm IST

ભારત સરકારે સોમવારે ટિકટોક સહિત 59 ચાઇનીઝ એપ્સ પર પ્રતિબંધ મૂકવાની જાહેરાત કરી હતી. આજ સવારથી આ એપ્લિકેશન્સને ગૂગલ પ્લે સ્ટોર અને એપ સ્ટોરથી દૂર કરવાનું પ્રારંભ કરાયું હતું. જો કે, ટિકટોકે હવે કામ કરવાનું બંધ કરી દીધું છે.

નોંધનીય છે કે અગાઉ ભારતમાં જ્યારે ટિકટોક પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, ત્યારે યુઝર્સના સ્માર્ટફોન પર પહેલાથી ઇન્સ્ટોલ કરેલી એપ્લિકેશન કામ કરતી હતી. પરંતુ આ વખતે સરકારે તેને ટેલિકોમ કંપનીઓ અને ઇન્ટરનેટ સેવા પ્રદાતાઓ દ્વારા બ્લોક કરી દીધી છે.

હવે ટિકટોક ખોલતાંની સાથે જ એક નોટીસ મોબાઇલમાં દેખાય છે. સમાચાર લખાય ત્યાં સુધી આઇફોન પર ટિકટોકે કામ કરવાનું બંધ કરી દીધુ છે અને નવા વીડિયો લોડ થતા નથી. હોમ પેજ ખાલી છે. જોકે તે હજી પણ એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં કામ કરી રહ્યું છે.

ટિકટોક ખોલતાંની સાથે બતાવવામાં આવેલી નોટિસમાં લખ્યું છે કે,“અમે ભારત સરકારના 59 એપ્સને બ્લોક કરવાનું પાલન કરી રહ્યા છીએ. તમામ વપરાશકર્તાઓની ગોપનીયતા અને સલામતીની ખાતરી કરવી અમારી પ્રાથમિક્તા છે.

જોકે, ટિકટોક સિવાય અન્ય ચીની એપ્લિકેશન્સ જેવી કે કેમ સ્કેનર, શેર ઇટ અને યુસી જેવી એપ્સ હાલમાં પણ કાર્યરત છે. આમાંથી કેટલીક એપ્લિકેશનો ડાઉનલોડ કરવા માટે પણ ઉપલબ્ધ છે.

નોંધનિય છે કે ભારત સરકારે ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડર્સ અને ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર્સને આ 59 ચાઇનીઝ એપ્સને બ્લોક કરવા કહ્યું છે. જો તે લાગુ પડે છે કે ટિકટોક જેવી તમામ 59 એપ્લિકેશનો સ્માર્ટફોનમાં કામ કરવાનું બંધ કરી દેશે.

જોકે હજૂ સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી કે ટિકટોક પર પહેલાથી ડાઉનલોડ અથવા ડાઉનલોડ થઈ ગયેલા વપરાશકર્તાઓના વીડિયોનું શું થશે.

આ વીડિયો પણ જુઓ: મેડિકલ ટેસ્ટ વગર કોરોનાનો ટેસ્ટ શક્ય

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન