TikTok caught spying on in-app keystrokes thanks to new iPhone feature
  • Home
  • Tech
  • ચાઇનીઝ એપ ટિકટોકને જાસૂસી કરતાં એપલે રંગેહાથે પકડી પાડી

ચાઇનીઝ એપ ટિકટોકને જાસૂસી કરતાં એપલે રંગેહાથે પકડી પાડી

 | 6:00 am IST

। નવી દિલ્હી ।

ચાઇનીઝ એપ ટિકટોક લાખો આઇફોન યૂઝરની લાંબા સમયથી જાસૂસી કરી રહ્યું હોવાનું બહાર આવ્યું હતું. ટિકટોક વારંવાર યૂઝરોના ક્લિપબોર્ડ એક્સેસ કરીને તેની નોટ્સ વાંચી લેતું હતું.  સિક્યોરિટી રિસર્ચર્સ તલાલ હજ બેક્રી અને ટોમી મિસ્કને જણાવ્યું કે યૂઝર્સની જાસૂસી કરનારા એપ્સમાં ટિકટોક પણ સામેલ છે.

એપલે નવું iOS ૧૪ અપડેટ રિલીઝ કર્યું છે અને કંપનીનું એક ફિચર એ એપ્સની જાણ કરે છે, જે યૂઝર્સના ડેટા એક્સેસ કરે છે. ગયા વર્ઝનમાં એક ખામીને કારણે એપ્સ ડિવાઇસના ક્લિપબોર્ડ એક્સેસ કરી શકતી બતી અને હવે જેવી કોઇ એપ એવું કરશે, યૂઝરને વોર્નિંગ મળી જશે. આ ફીચરની મદદથી જ જણાયું છે કે ચીની એપ ટિકટોક લાખો આઇફેન યુઝર્સની લાંબા સમયથી જાસુસી કરી રહ્યું છે. ટિકટોકની માલિક કંપની બાઇટડાન્સે પહેલાં જ કહ્યું હતું કે આ સમસ્યા એક આઉટડેટેડ ગૂગલ એડવર્ટાઇઝિંગ SDK ને કારણે હતી. જેને હવે રિપ્લેસ કરી દેવાઇ છે.

હવે ટિકટોકે નવું બહાનું આગળ ધરી દીધું

ટિકટોકે એમ કરવા પાછળ એક નવું કારણ આપતાં કહ્યું કે, ઇશ્યૂ હવે રિપિટેટિવ અને સ્પેમ બિહેવિયરનો પત્તો લગાવતા એક ફીચરને કારણે ટ્રિગર થઇ રહ્યો છે. અમે અપડેટ વર્ઝન એપ સ્ટોર પર પહેલાં જ સબમિટ કરી દીધું છે અને તેમાં એન્ટિ સ્પેમ ફીચરને હટાવી દીધું છે.

આ વીડિયો પણ જુઓ : સુરત સ્મીમેર હોસ્પિટલ વગર વરસાદે પાણી ભરાયું

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન