ભારતમાં લોકપ્રિય એપ TikTok પર પ્રતિબંધ બાદ કંપનીના CEOએ પત્ર લખી કહી મોટી વાત – Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • ભારતમાં લોકપ્રિય એપ TikTok પર પ્રતિબંધ બાદ કંપનીના CEOએ પત્ર લખી કહી મોટી વાત

ભારતમાં લોકપ્રિય એપ TikTok પર પ્રતિબંધ બાદ કંપનીના CEOએ પત્ર લખી કહી મોટી વાત

 | 11:55 am IST
  • Share

લદ્દાખના ગલવાન ખીણમાં ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે થયેલ હિંસક ઝડપ બાદ બંને દેશો વચ્ચે તંગદિલી વધી છે. ભારતમાં ચીની માલસામાનનો ઉગ્ર બહિષ્કાર જોવા મળી રહ્યો છે. ત્યારે તાજેતરમાં ભારત સરકારે પણ 59 ચીની એપ્સ પર બેન લગાવ્યો છે. ભારત સરકાર દ્વારા 59 ચીની એપ્સ પર પ્રતિબંધ મૂક્યા પછી ટિકટોકના સીઈઓએ ભારતમાં કર્મચારીઓને પત્ર લખ્યો છે.

મીડિયા રિપોર્ટ મુજબ આ પત્રમાં કહેવામાં આવ્યું છે કે આ પ્લેટફોર્મને ભારતમાં દુર્ભાગ્યપૂર્ણ પડકારનો સામનો કરવો પડી રહ્યો છે. પરંતુ હોદ્દેદારો સાથે મળીને આ સમસ્યાનો સામનો કરવા માટે કામ કરવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું,’જે 59 એપ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તેમાં ટિકટોક પણ શામેલ છે.’

ચીનની બહાર ભારતમાં સૌથી મોટું બજાર:

બાઈટડાન્સ(ByteDance), ટિકટોક અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ હેલોની માલિકી ધરાવે છે, જેને ચીનની બહાર તેનું સૌથી મોટું બજાર માનવામાં છે. ભારતમાં ટિકટોકના 200 કરોડ યુઝર્સ છે. ભારતીય કાયદા હેઠળ ડેટાની ગોપનીયતા અને સુરક્ષા આવશ્યકતાઓનું પાલન કરવા માટે ટિકટોક હંમેશા પ્રતિબદ્ધ છે અને રહેશે. કોઈ પણ ભારતીય ટિકટોક યુઝરની કોઈ માહિતી વિદેશી સરકાર અથવા ચીની સરકારને આપવામાં આવી નથી. અમને સ્પષ્ટતા અને જવાબ માટે સંબંધિત સરકારી અધિકારીઓને મળવા આમંત્રણ અપાવામાં આવ્યું છે.

કર્મચારીઓને કહી આ વાત:

રિપોર્ટ પ્રમાણે તેમણે કહ્યું કે આ મુશ્કેલ સમય છે પરંતુ આ વચગાળાનો હુકમ અમલમાં ન આવે ત્યાં સુધી કંપની તેના ટિકટોક ક્રિએટર સમુદાયના કલ્યાણ માટે પ્રતિબદ્ધ છે. મેયરે કહ્યું હતું કે ટિકટોકે દેશભરના લાખો કલાકારો, સ્ટોરીટેલર અને એજુકેટરને એક સારું પ્લેટફોર્મ આપ્યું છે અને તે લોકોની કમાણીનું એક સાધન પણ બની ગયું છે. રિપોર્ટ મુજબ ટિકટોકના સીઈઓએ વધુમાં કહ્યું કે,‘અમારા કર્મચારીઓ અમારી સૌથી મોટી તાકાત છે અને તેમની ભલાઈ અમારી અગ્રતા છે. અમે 2,000થી વધુ મજબૂત કર્મચારીઓને ખાતરી આપી છે કે હકારાત્મક અનુભવો અને તકોને ફરી પુન:સ્થાપિત કરવા માટે અમે અમારા વતી બધું કરીશું.’

આ વીડિયો પણ જુઓ: લોકડાઉનમાં છૂટ આપવા મામલે થાઇલેન્ડ પાંચમાં ચરણમાં

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન