TiKTok having a huge loss after ban in india, see details
  • Home
  • Business
  • ભારતમાં પ્રતિબંધ બાદ પોપ્યુલર TiKTok એપને થશે મસમોટું નુકસાન! અબજો રૂપિયાની છે કમાણી

ભારતમાં પ્રતિબંધ બાદ પોપ્યુલર TiKTok એપને થશે મસમોટું નુકસાન! અબજો રૂપિયાની છે કમાણી

 | 5:23 pm IST

લદ્દાખ ખાતે સરહદ વિવાદ હિંસક થતા દેશભરમાં ચીની સામાનનો બહિષ્કાર કરવાની માગ ઉગ્ર બની હતી. સાથે જ સોશિયલ મીડિયા પર ચીની એપ્સ પર પ્રતિબંધની માગ પણ ઉઠી હતી. ત્યારે હવે કેન્દ્ર સરકારે સુરક્ષા અને ગોપનિયતાનો હવાલો આપી ચીની એપ ટિકટોક, શેરઇટ અને વીચેટ જેવી 59 ચીની એપ્સ પર બેન લગાવ્યો છે. આ એપ્સનો ભારતમાં અબજો રૂપિયાનો કારોબાર છે અને આ એપ્સનું ડાઉનલોડ પણ ભારતમાં વધુ થાય છે.

આપને જણાવી દઈએ કે સરકારે એવા ચીની એપ્સ પર રોક લગાવી છે. જે મુખ્યત: નોન ફાઇનાન્શિયલ નેચરના છે. ચીનની દિગ્ગજ કંપનીઓ અલીબાબા, બાઇટડાંસ, બાઇડૂ, ટેન્સેન્ટ વગેરે એ આ એપ્સમાં ભારે રોકાણ કર્યું છે. ભારતમાં આ એપ્સનું ડાઉનલોડિંગનું પ્રમાણ વધારે છે. તેથી આ કંપનીઓને આર્થિક રીતે ભારે નુકસાન થઈ શકે છે. ઉપરાંત વેલ્યૂએશન પર પણ અસર પડી શકે છે. ભારતમાં કુલ એપ ડાઉનલોડનો લગભગ 50 ટકા હિસ્સો ચીની એપ્સનો હોય છે.

ટિકટોકના માલિક બાઇટડાંસને મોટું નુકસાન:

બેન થનારી એપમાં ભારતમાં સૌથી વધુ લોકપ્રિય ટિકટોકના 30 ટકા યુઝર્સ ભારતીય છે અને એપની લગભગ 10 ટકા કમાણી ભારતથી થાય છે. આ એપનું સંચાલન ચીની કંપની બાઇટડાંસ દ્વારા કરવામાં આવે છે. ટિકટોકના આમ તો 20 કરોડ સબ્સક્રાઇબર્સ છે. ગત વર્ષે ભારતમાં આના 8.1 કરોડ મંથલી એક્ટિવ યુઝર્સ હતા. જેમને આના પર 5.5 અબજ કલાક ખર્ચ કર્યા હતા. મીડિયા રિપોર્ટ મુજબ કંપનીની માર્કેટ કેપ લગભગ 110 અબજ ડોલર(લગભગ 8,30,547 કરોડ રૂપિયા) છે. બાઇટડાંસ માત્ર ટિકટોક જ નહીં પણ અન્ય બેન થયેલ લોકપ્રિય એપ હેલો અને વીગો વીડિયોની પણ માલિક છે.

ટિકટોકની ભારતમાં કમાણી:

રિપોર્ટ મુજબ ટિકટોક એ ઓક્ટોબરથી ડિસેમ્બર 2019 સુધી ત્રિમાસિકગાળામાં ભારતમાં 25 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. એપ પર જાહેરાતોના માધ્યમથી કંપનીની કમાણી સતત વધી રહી હતી. કંપનીએ આ વર્ષે 100 કરોડ રૂપિયા કમાણીનો લક્ષ્ય નિર્ધારિત કર્યો હતો. ઉપરાંત એવી માહિતી છે કે કંપનીએ આગામી ત્રણ વર્ષમાં ભારતમાં 1 અબજ ડોલર(એટલે કે લગભગ 7550 કરોડ રૂપિયા) ના રોકાણની યોજના પણ બનાવી હતી. આ સિવાય કંપની આ વર્ષે ભારતમાં પોતાના કર્મચારીઓની સંખ્યા વધારીને 1,000 સુધી પહોંચાડવાની હતી.

આ વીડિયો પણ જુઓ: અમદાવાદ શહેરમાં તમામ ઝોનમાં AMC નું ચેકીંગ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન