TikTok launched a new smartphone, know its price and very special features
  • Home
  • Technology
  • TikTokએ લોન્ચ કર્યો પોતાનો એક નવો સ્માર્ટફોન, જાણો કિંમત અને અદભૂત ફીચર્સ

TikTokએ લોન્ચ કર્યો પોતાનો એક નવો સ્માર્ટફોન, જાણો કિંમત અને અદભૂત ફીચર્સ

 | 1:29 pm IST

TikTok અને Heloની કંપની ByteDanceએ પોતાનો પહેલો સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. આ સ્માર્ટફોન Smartisan કંપનીના સહયોગથી બનાવવામાં આવ્યો છે, તેથી આ સ્માર્ટફોનનું નામ Smartisan Jiaguo Pro 3 છે. આ સ્માર્ટફોનની વાત કરીએ તો સેલ્ફી માટે કેટલીક વિશેષ લાઇટ ઇફેક્ટ્સ આપવામાં આવી છે. ત્યારબાદ તેમાં ટિકટોકને એક્સેસ કરવા માટે વિશેષ બટન હશે.

આ ફોનની કિંમત અને વેરિએન્ટ વિશે વાત કરીએ તો આ ફોનના ત્રણ વેરિયન્ટ્સ આ સમયે ચીનમાં રજૂ કરવામાં આવ્યા છે. તેનું પહેલું વેરિઅન્ટ 8GB રેમ અને 128GB સ્ટોરેજ છે, જેની કિંમત 2,899 આરએમબી (આશરે 29,050 રૂપિયા) છે. આ સિવાય તેનું બીજું વેરિઅન્ટ પ્રીમિયમ વેરિઅન્ટ છે, જે 8GB રેમ અને 256GB ઇન્ટરનલ સ્ટોરેજ સાથે આવે છે. આ વેરિએન્ટની કિંમત 3,199 આરએમબી (આશરે 32,050 રૂપિયા) છે. આ સિવાય આ સ્માર્ટફોનમાં બીજું એક પ્રીમિયમ વેરિઅન્ટ છે, જે 12GB રેમ અને 256GB સ્ટોરેજ સાથે આવે છે. આ વેરિએન્ટની કિંમત 3,599 આરએમબી (લગભગ 36,050 રૂપિયા) છે.

Smartisan Jianguo Pro 3 સ્માર્ટફોનની સુવિધાઓની વાત કરીએ તો તેમાં Qualcomm Snapdragon 855+ ચિપસેટ પ્રોસેસરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ સિવાય કંપનીએ 6.39 ઇંચની ફુલ એચડી + AMOLED ડિસ્પ્લે પણ આપી છે. તેનું રિઝોલ્યુશન 1080 × 2340 પિક્સેલ્સ છે, આ સિવાય કંપનીએ આ સ્માર્ટફોનમાં 4 કેમેરા ગોઠવ્યા છે.

તેનો પહેલો કેમેરો 48 મેગાપિક્સલનો છે, જે સોની IMX586 સેન્સર સાથે આવે છે. આ સિવાય તેનો બીજો કેમેરો 13 મેગાપિક્સલનો છે, જે વાઈડ એંગલ લેન્સ સાથે આવે છે. આ સિવાય તેનો ત્રીજો કેમેરો 8 મેગાપિક્સલનો છે, જે ટેલિફોટો લેન્સ સાથે આવે છે. તો તેનો ચોથો કેમેરો 5 મેગાપિક્સલનો છે, જે મેક્રો લેન્સ સાથે આવે છે.

આ સ્માર્ટફોનમાં સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે વિશેષ 20 મેગાપિક્સલનો કેમેરા સેન્સર છે. આ સેલ્ફી કેમેરામાં ઘણી બધી ખાસ ઈફેક્ટ્સ શામેલ છે. આ સિવાય આ સ્માર્ટફોનમાં 4000mAhની બેટરી અને 18W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ પણ આપવામાં આવ્યો છે. આ સિવાય આ સ્માર્ટફોનમાં કનેક્ટિવિટી માટે વાઇફાઇ, બ્લૂટૂથ જેવી તમામ સુવિધાઓ પણ આપવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન