Tiktok star Kirti Patel To forest department fined 25,000 for the video viral with owl
  • Home
  • Featured
  • Tiktok સ્ટાર કિર્તી પટેલના ઘુવડ સાથેના વીડિયોને લઈને મોટા સમાચાર, વન વિભાગે કરી મોટી કાર્યવાહી કે…

Tiktok સ્ટાર કિર્તી પટેલના ઘુવડ સાથેના વીડિયોને લઈને મોટા સમાચાર, વન વિભાગે કરી મોટી કાર્યવાહી કે…

 | 7:37 pm IST

સોશિયલ મીડિયા એર ટિકટોક સ્ટાર કીર્તિ પટેલને લઈને એક મોટા સમાચાર મળી રહ્યા છે. કીર્તિ પટેલ સોશિયલ મીડિયા એપ ટિકટોકની સ્ટાર્સ છે અને તે અવારનવાર પોતાના વીડિયોના કારણે વિવાદમાં આવતી રહેતી હોય છે. ત્યારે કીર્તિ પટેલનો ધુવડવાળા વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. તેને લઈને ભારે હોબાળો થયો હતો. ત્યારબાદ વન વિભાગે ટિકટોક સ્ટાર કીર્તિ પટેલ પર કડક કાર્યવાહી કરતા 25 હજારનો દંડ ફટકાર્યો હતો અને વીડિયો ઉતારનાર યુવકને 10 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે.

ઘુવડ ગુજરાત સરકાર દ્વારા સંરક્ષિત પ્રાણીઓની કેટેગરીમાં આવતું હોવાના કારણે વન વિભાગે મોટી કાર્યવાહી કરી હતી. ઘુવડ સાથે કીર્તિ પટેલે વીડિયો વાયરલ કર્યો હોવાથી જીવદયા પ્રેમીઓમાં નારાજગી વ્યાપી ગઇ હતી. જેથી સુરત વન વિભાગે કાર્યવાહી હાથ ધરી હતી. ઘુવડને પકડવું એ વાઈલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ મુજબ ગુનો બને છે. વાઈલ્ડ લાઈફ એન્ડ નેચર વેલ્ફેર ટ્રસ્ટ નામની સંસ્થાએ ફરિયાદ કરી હતી કે, વીડિયોમાં ઘુવડને પાછળથી પકડી રંજાડતા હોય તેવું સ્પષ્ટ પણે જણાય છે.

આ અંગે સુરતના અડાજણ પાલ ખાતે આવેલી સુરત વન વિભાગની ઓફિસ ખાતે કિર્તી પટેલ દ્વારા 25 હજારનો દંડ ભરવામાં આવ્યો હતો. જેની રસીદ સાથે કિર્તી પટેલે એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં મૂક્યો હતો. આ વીડિયોમાં કીર્તિએ કહ્યું હતું કે, હું દંડ ભરી આવી છું. આ તેની રસીદ છે. આ ઘટનામાં કીર્તિને 15 હજાર રૂપિયા અને તેનો વીડિયો ઉતારનારને 10 હજારનો દંડ ફટકરાવામાં આવ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, ટિકટોક એપ્લિકેશને યુવા વર્ગને ખૂબ જ ઘેલું લગાડ્યું છે. ત્યારે સુરતની કીર્તિ પટેલ પણ ટિકટોક સ્ટાર છે. થોડા દિવસ પહેલા એક વીડિયોને કારણે કીર્તિ વિવાદમાં આવી હતી. આ સમયે કીર્તિએ તેનો વિરોધ કરતા લોકોને સંદેશ આપવા માટે એક વીડિયો બનાવ્યો હતો. આ વીડિયોમાં તેણીએ પોતાની સાથે એક ઘુવડ રાખ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન