tiktok star shivani death in sonipat dead body found in salon after 2 days
  • Home
  • Entertainment
  • Bollywood
  • OMG! ફેમસ ટિકટોક સ્ટારનું ગળું દબાવીને કરી નાંખી હત્યા, બે દિવસ પછી બેડમાંથી મળી લાશ

OMG! ફેમસ ટિકટોક સ્ટારનું ગળું દબાવીને કરી નાંખી હત્યા, બે દિવસ પછી બેડમાંથી મળી લાશ

 | 5:40 pm IST

ટિકટોક સ્ટાર સિયા કક્કરની આત્મહત્યાને હજી પૂરો ન્યાય નથી મળ્યો અને હરિયાણાથી એક ખરાબ સમાચાર આવ્યા. હરિયાણાના સોનીપતમાં શિવાની નામની એક ટિકટોક સ્ટારની ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી. શિવાનીની લાશ બે દિવસ પછી તેના સલૂનમાં મળી હતી. પોલીસે આ કેસમાં આરોપી આરીફની ધરપકડ પણ કરી લીધી છે.

આ ઘટના વિશે કહેવામાં આવી રહ્યું છે કે, શિવાનીની બહેનના મિત્રએ બ્યૂટી પોર્ટરમાં રાખેલો ઉભો પલંગ ખોલ્યો તો ત્યારે તેનો મૃતદેહ મળ્યો હતો. આ પછી પરિવારે પોલીસને જાણ કરી હતી. ટિકટોક ઉપર શિવાનીના એક લાખથી વધુ ફોલોઅર્સ છે.

પોલીસે જણાવ્યું કે, શિવાની કુંડલી ટીડીઆઈમાં ટચ એન્ડ ફેરના નામે સલૂન ચલાવતી હતી. શિવાની શુક્રવારે સલૂનમાં એકલી હતી. ખૂની આરીફે કહ્યું કે, શિવાનીએ છેલ્લા 15 દિવસથી તેની સાથે વાત કરવાનું બંધ કરી દીધું હતું. જે તેને ન ગમ્યું. શિવાનીના આ રીતે અચાનક બોલવાનું બંધ કરવાને કારણે તે નારાજ હતો.

આરીફે કહ્યું કે, શુક્રવારે તે સલૂનમાં શિવાનીને મનાવવાં ગયો હતો. તેણે ડોરબેલ વગાડીને દરવાજો ખોલ્યો. બહાર હું હતો તો મને જોઇને શિવાનીએ દરવાજો બંધ કરવાનો પ્રયાસ કર્યો. મેં બળપૂર્વક દરવાજો ખોલ્યો અને અંદર ગયો. અંદર જઈને શિવાનીને મનાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે સ્વીકારવા તૈયાર નહોતી.

જ્યારે આરીફે કહ્યું કે, મે ધમકી આપવાનો પ્રયાસ કર્યો ત્યારે શિવાનીએ પોલીસને બોલાવવાનું શરૂ કર્યું. પછી મોબાઈલ છીનવવાનું શરૂ કર્યું ત્યારે બંને વચ્ચે ઝઘડો થયો. ત્યારબાદ તેણે શિવાનીની ગળું દબાવીને હત્યા કરી નાંખી. ત્યારબાદ તે લાશને પલંગમાં છુપાવીને ભાગી ગયો.

આ વીડિયો પણ જુઓ: આજના ચાર મોટા સમાચાર

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન