tiktok viral video freaking out the internet girl dancing
  • Home
  • Featured
  • TikTok બનાવતી છોકરીની પાછળ દેખાયો ભૂતિયો પડછાયો, 70 લાખ લોકોએ રાડ નાખી કે-ભૂત આવ્યું

TikTok બનાવતી છોકરીની પાછળ દેખાયો ભૂતિયો પડછાયો, 70 લાખ લોકોએ રાડ નાખી કે-ભૂત આવ્યું

 | 3:43 pm IST

ટિકટોક પર એક વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. આમ જનતાની સાથે સાથે સેલેબ્રિટી પણ આ વીડિયો પોસ્ટ કરી રહ્યા છે. બધા લોકો હેરાન રહી ગયા. વીડિયોમાં એક છોકરી રસોડામાં ડાન્સ કરી રહી છે અને તે જ સમયે પાછળથી એક પડછાયો પસાર થાય છે. જે તે સમયે એને પણ ખબર નહોતી પડી પણ જ્યારે વીડિયો જોયો ત્યારે તેને ભણક લાગી કે અહીંયાથી કંઈક પસાર થઈ રહ્યું છે. લાખો લોકો આ વીડિયો જોઈને બોલ્યા કે ત્યાં તો ભૂત છે.

ટ્વીટર પર આ વીડિયો સૌપ્રથમ શેર કરવામાં આવ્યો છે અને એમાં હાલમાં 70 લાખથી પણ વધુ લોકોએ આ વીડિયો જોઈ લીધો છે. એક યુવતી ચાંસ ધ રૈપરના ગીત પર ડાન્સ કરીને વીડિયો બનાવી રહી છે. વીડિયોમાં તેણે જોયું કે એક પડછાયો પાછળથી પસાર થઈ રહ્યો છે. તો સિંગર ચાંસ ધ રૈપરે પણ આ વીડિયો જોયો અને કહ્યું કે અરે ઉપર ભૂત છે.

@tiengerinesના એકાઉન્ટ પરથી આ વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો અને એણે કેપ્શનમાં લખ્યું કે, જેણે આ જોયું છે એ મને જણાવો કે હું એકલી નથી. તેણે ટ્વીટર પર આ વીડિયો શેર કરીને લખ્યું કે કૃપયા આ વીડિયોને ટ્વીટર પર વાયરલ કરી દો, હે ભગવાન મને બીક લાગે છે.

વીડિયો જોઈને એક યુઝરે લખ્યું કે ખુબ જ ડરામણો, પાછળથી એક શખ્સ એવી રીતે નીકળ્યો જાણે કે તે એ જગ્યાનો માલિક હોય. તો કેટલાક લોકો આ વીડિયોને લઈ મજાક કરી રહ્યા છે. તો વળી કેટલાક લોકો તેને ગંભીરતાથી પણ લઈ રહ્યા છે. પરંતુ હજુ કોઈ પાક્કું તારણ સામે આવ્યું નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન