TikTok Will Establish Global Headquarter in America
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • ડોનાલ્ડ ટ્રમ્પના પ્રતિબંધના આદેશથી બચવા માટે ટિકટોકે અપનાવ્યો આ તુક્કો

ડોનાલ્ડ ટ્રમ્પના પ્રતિબંધના આદેશથી બચવા માટે ટિકટોકે અપનાવ્યો આ તુક્કો

 | 9:09 am IST

ચીનની બાઈટડાન્સે પોતાની લોકપ્રિય મોબાઈલ એપ્લિકેશન ટિકટોકનું વૈશ્વિક મુખ્યાલય અમેરિકામાં સ્થાપિત કરવાનો નિર્ણય કર્યો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટિકટોર પર રોક લગાવવાના આદેશથી બચવા માટે બાઈટડાન્સ દ્વારા આ નવો રસ્તો નીકળવામાં આવ્યો છે. જો કે અગાઉ ટિકટોકે અમેરિકન કંપની ઓરેકલ સાથે ટેક્નિકલ પાર્ટનરશિપ કરી છે.

ચીનની સરકારી ન્યુઝ ચેનલના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, બાઈટડાન્સની અમેરિકાના અધિકારીઓ સામે રજૂ યોજના પ્રમાણે ટિકટોક અમેરિકામાં મુખ્યાલયવાળી નવી કંપનીમાં બહુમતી શેરહોલ્ડર હશે. તો ટેક્નોલોજી કંપની ઓરેકલની તેમાં લઘુમતી શેરહોલ્ડર હશે. રિપોર્ટમાં એ પણ દાવો કરાયો છે કે, કંપનીમાં વોલમાર્ટની પણ પાર્ટનરશિપ હશે. વૈશ્વિક રિટેલ કંપની વોલમાર્ટે માઈક્રોસોફ્ટની સાથે મળીને ટિકટોકમાં પાર્ટનરશિપ ખરીદવાની ઓફર કરી હતી. જો કે, આ યોજનાની રૂપરેખામાં બદલાવ થવાની સંભવના પણ છે.

ટ્રમ્પ સરકારે ટિકટોકને રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો ગણાવ્યો છે. ટ્રમ્પે 6 ઓગસ્ટે એક કાર્યકારી આદેશ જાહેર કરીને ટિકટોકની સામે પોતાનો અમેરિકાનો કારોબાર 20 સપ્ટેમ્બર સુધી બંધ કરવા કે અમેરિકન કંપનીને વેચવા માટેની સમયસીમા આપી છે. અને આ પ્રતિબંધથી જ બચવા માટે ટિકટોક દ્વારા હાલ નીતનવા ટુક્કાઓ લગાવવામાં આવી રહ્યા છે. હવે જોવાનું રહેશે કે ટિકટોકનાં આ પગલાંઓને લઈ ડોનાલ્ડ ટ્રમ્પ શું નિર્ણય લે છે.

આ વીડિયો પણ જુઓઃ માસ્ક સામાજિક પ્રસંગો અને રીતરીવાજોમા પણ ટ્રેન્ડ કરી રહ્યાં છે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન