tiktok world second most downloaded app in 2019 after whats app
  • Home
  • Featured
  • દુનિયાની બીજા નંબરની સૌથી વધારે ડાઉનલોડ એપ TikTok, કમાણી જાણી આંખો થઈ જશે પહોળી

દુનિયાની બીજા નંબરની સૌથી વધારે ડાઉનલોડ એપ TikTok, કમાણી જાણી આંખો થઈ જશે પહોળી

 | 1:18 pm IST

ચીનની શોર્ટ વીડિયો મેકિંગ એપ TikTok ફક્ત ભારતમાં જ નહી પણ દુનિયાભરમાં ખુબજ લોકપ્રિય છે.2019માં આ દુનિયાની સૌથી વધુ ડાઉનલોડ કરવામાં આવેલી એપ બની ચુક્યુ છે. એક રિપોર્ટ અનુસાર Whatsapp પછી દુનિયાભરમાં સૌથી વધુ TikTok ડાઉનલોડ થાય છે.

આ એપ ખુબજ ઓછા સમયમાં એટલી બધી લોકપ્રિય બની કે Facebookને પાછળ રાખી દીધું છે. રિપોર્ટ અનુસાર આ એપને 2019ના ચોથા સપ્તાહમાં 220 મિલિયન ડાઉનલોડ મળ્યા હતા. રિપોર્ટ અનપસાર TikTokની કમાણી 540 ટકાનો વધારો થયો છે.

દર મહિને $40 મિલિયનની કમાણી
ડિસેમ્બરમાં TikTokની કમાણી 40 મિલિયન ડૉલર થઈ છે. કમાણીના મામલે આ એપ 7માં સ્થાને રહ્યુ. TikTokની સૌથી વધુ કમાણી ચીનમાંથી થાય છે બીજા નંબર પર અમેરિકા છે.

રિપોર્ટ અનુસાર 2019માં TikTok 700 મીલિયનથી વધારે વખત ડાઉનલોડ થયુ. આ આંકડાઓ 1 જાન્યુઆરી 2019થી 31 ડિસેમ્બર 2019 સુધીના છે. જેમાં દુનિયાભરના આઈફોન, આઇપેડ અને Google Play સ્ટોરનો સમાવેશ થાય છે. ગયા વર્ષે એપને 45 ટકા ભારતમાં ડાઉનલોડ કરવામાં આવી. 2019માં પહેલા નંબરે ભારત અને બીજા નંબરે બ્રાઝીલમાં એપ ડાઉનલોડ કરવામાં આવી.

આ વીડિયો જુઓ: રાજ્યમાં સતત વધી રહેલી મોંઘવારીને પગલે જથ્થાબંધ મોંઘવારીના દરમાં વધારો થયો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન