till now 60 kids have died due to aes and chamki fever in bihar
  • Home
  • Featured
  • મોતનો તાવ: બિહારમાં ચમકીએ 60 બાળકોનો ભોગ લીધો, 135 હજુ હોસ્પિટલમાં દાખલ

મોતનો તાવ: બિહારમાં ચમકીએ 60 બાળકોનો ભોગ લીધો, 135 હજુ હોસ્પિટલમાં દાખલ

 | 1:04 pm IST

ગુજરાત માટે જેમ વાયુ વાવાઝોડું માથાનો દુખાવો બન્યો છે એમ બિહાર માટે બિમારી લોકોનાં જીવ લઈ રહી છે. બિહારમાં ચમકી તાવ એટલે કે એક્યૂટ ઇન્સેફલાઇટિસ સિન્ડ્રોમ(AES)એ પોતાનું રૂપ બતાવ્યું છે. આ બીમારીને કારણે બિહારના મુજફ્ફર જિલ્લામાં મરનાર બાળકોનો આંકડો 60 સુધી પહોંચી ગયો છે. અને 135 બાળકો હોસ્પિટલમાં ભર્તી કરવામાં આવ્યાં છે.

આ દરમિયાન નવા બાળકોને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. SKMCHના બાળ રોગ વિભાગના અધ્યક્ષ ડો. ગોપાલ શંકર સહનીએ જણાવ્યું કે બીમાર બાળકોની સંખ્યા વધી રહી હોવાથી બે નવા પીઆઈસીયૂ પણ ખોલવામાં આવ્યા છે. આ પહેલા રવિવાર મોડી રાતથી સોમવાર મોડી રાત સુધી આશરે 20 બાળકોનાં મોત થઈ ગયા છે. બાળકોનાં સતત મોતને મામલે આજે કેન્દ્ર સરકારની તપાસ ટીવી મુઝફ્ફરપુર પહોંચશે. કેન્દ્રીય વિભાગની સાત સભ્યોની ટીમ પટના પહોંચી ચુકી છે.

બાળકોની બીમારીને જોઈને ચાર ICU ચાલુ કરવામાં આવ્યા છે, છતાં બેડ ઓછા પડી રહ્યાં છે. એક બેડ પર બે બાળકોની સારવાર કરવામાં આવી રહી છે. આ વચ્ચે SKMCHમાં સારા સમાચાર મળ્યાં છે કે સારવાર માટે દાખલ અમુક બાળકોની તબીયત સારી થઈ રહી છે. છ બાળકોને સારવાર બાદ PICUથી જનરલ વોર્ડમાં ખસેડવામાં આવ્યા છે.

આ પહેલા સીએમ નીતિશ કુમારે તમામ વિભાગોના સચિવોને આ મામલે ધ્યાન આપવાની સૂચના આપી હતી. સીએમએ જણાવ્યું હતું કે બાળકોનાં મોતથી સરકાર ચિંતિત છે. નીતિશ કુમારે મુખ્ય સચિવને AES પર જાતે નજર રાખવાની સૂચના આપી હતી. સાથે જ તેમણે આ બીમારીને લઈને લોકોમાં જાગૃતિ ફેલાવવાની પણ સૂચના આપી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન