ટાઇમ મેગેઝિને સાયલન્સ બ્રેકર્સ અભિયાનને પર્સન ઓફ ધ યર જાહેર કર્યું - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • World
  • ટાઇમ મેગેઝિને સાયલન્સ બ્રેકર્સ અભિયાનને પર્સન ઓફ ધ યર જાહેર કર્યું

ટાઇમ મેગેઝિને સાયલન્સ બ્રેકર્સ અભિયાનને પર્સન ઓફ ધ યર જાહેર કર્યું

 | 9:48 am IST
  • Share

જાતીય સતામણી સામે શરૃ કરવામાં આવેલાં સાયલન્સ બ્રેકર્સ અભિયાનને ટાઇમ મેગેઝિને પર્સન ઓફ ધ યર જાહેર કર્યું છે. હોલિવૂડના ફિલ્મનિર્માતા હાર્વી વાઇન્સ્ટાઇન અને અન્ય પુરુષો સામે જાતીય છેડછાડનો મામલો સામે આવ્યા બાદ આ અભિયાનની શરૃઆત થઈ હતી, જ્યારે અમેરિકાની અભિનેત્રી અને એસ્ટિવિસ્ટ એલિસા મિલાને હેશટેગ મી ટુ અભિયાન શરૃ કર્યું હતું, જે ટૂંક સમયમાં દુનિયાભરમાં જાણીતું બન્યું હતું. મહિલાઓ તેમજ પુરુષોએ યૌનશોષણ સામે પોતાનું મૌન તોડયું હતું. આ અંગે દરેકે પોતાની સાથે બનેલી ઘટનાની બાબત વર્ણવી હતી.

આ અભિયાનને બોલિવૂડ અભિનેતા-અભિનેત્રીઓએ પણ પોતાની રીતે સમર્થન આપ્યું હતું. એનબીસીના ટુડે શોમાં પર્સન ઓફ ધ યરની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં તેમની હોસ્ટમેટને યૌનશોષણના આરોપસર શોમાંથી કાઢી મૂકવામાં આવી હતી, જ્યારે પર્સન ઓફ ધ યરના ફાઇનલિસ્ટમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિંગપિંગ અને અમેરિકાના ડોનાલ્ડ ટ્રમ્પ પણ હતા.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન