ટાઈમ મેનેજમેન્ટ - Sandesh

ટાઈમ મેનેજમેન્ટ

 | 11:38 pm IST

બિલકુલ શ્વાસ ખાવાનો પણ સમય નથી. ફાસ્ટ લાઈફ, વેરી ફાસ્ટ લાઈફ થઈ ગઈ છે. આ વાત આજકાલ ફક્ત મહાનગરોમાં જ નહીં, પરંતુ નાના શહેરોમાં પણ ચલણી બની ગઈ છે. અલબત્ત, એ ચલણી બનવા પાછળના નક્કર કારણો, નક્કર જરૂરિયાતો અને તેની સાથે જાતે જ આવશ્યક ગણીને સ્વીકારી લીધેલી જીવનશૈલી છે. એટલે હવે પોતાના દિવસને, દિવસના ચોવીસ કલાકને ઠાંસી-ઠાંસીને ભરી દેવા એ ગતિશીલ અને પ્રગતિશીલ જીવનની સાબિતી બની ગઈ છે. કોઈની પાસે ફુરસદનો સમય હોતો નથી અને જો હોય તો તે કચાશ ગણાય.

પરંતુ ખાલી જગ્યા અને ખાલી સમય-મિનિટો કે કલાકો, જીવન માટે એટલી જ આવશ્યક ચીજો છે. આ મહત્ત્વની વાત ભુલાઈ જાય છે. જેમ તમારા રૂમને તમે ફર્નિચર તેમજ આર્ટિફેક્સથી ઠાંસી ઠાંસીને ભરી દો તો તે રૂમ બહારની વ્યક્તિને ઘડીભર મુગ્ધ કરી શકે, પરંતુ તેનો ખૂણેખૂણો ચિક્કાર ભરેલો હોવાથી તે રૂમ તમારા જીવને સાચો આરામ કે કોઈ સર્જનાત્મક કામ કરવાની પ્રેરણા પૂરી પાડવા સક્ષમ રહેશે નહીં. ખાલી જગ્યા કે મોકળાશ આપણા મનને મુક્તિ અને હળવાશની અનુભૂતિ કરાવે છે.

આ વાત માત્ર આપણા રૂમ કે ઘરને જ નહીં, આપણા રાત અને દિવસોને પણ લાગુ પડે છે. જ્યારે આપણે આપણા કામનું આયોજન કરીએ ત્યારે ખાસ ધ્યાન રાખવું કે દિવસની મિનિટે મિનિટ કામ કે પ્રવૃત્તિથી ભરચક ન બની જાય. આપણને થોડા રિલેક્સ થવાની ફુરસદ હોવી જરૂરી છે.

આપણ ને કોઈ મહાન વ્યક્તિ મળેલ હોય તે વ્યક્તિ કદાપિ એવું કહેતી નહીં હોય કે તેમની પાસે એક મિનિટની પણ ફુરસદ નથી, એવું કહેવાય છે કે, વ્યક્તિ પાસે કંઈ કામ નથી હોતું તે માણસ પાસે કદી ફુરસદ નથી હોતી. બાકી સફળ થયેલા લોકોના જીવન તથા દિનચર્યા પર નજર કરીએ તો દેખાશે કે તેમને તેમના દિવસ અને રાતમાંથી ઠીકઠીક પળોને ખાલી રહેવા દીધી હતી અને તેથી જ તેમનો વિકાસ થયો હતો. ્ૈદ્બી સ્ટ્વહટ્વખ્તીદ્બીહં આને કહેવાય. મ્ી અર્ેજિીઙ્મક તમારા માટે સમય કાઢો. મ્યુઝિક સાંભળો, મેડિટેશન કરો, કે કંઈ જ ન કરો. ખાલી મગજની પ્રક્રિયા અટકાવી રિલેક્સ થાવ. પછી જોજો કેટલા જોમ અને આનંદ સાથે થાક્યા વગર તમે તમારું કાર્ય કરી શકો છો…!