tina ambani at akash ambani and shloka mehta wedding in mumbai with anil ambani
  • Home
  • Photo Gallery
  • Photos: આકાશ અંબાણીના રિસેપ્શનમાં કાકી ટીના અંબાણીનો આવો હતો ઠસ્સો

Photos: આકાશ અંબાણીના રિસેપ્શનમાં કાકી ટીના અંબાણીનો આવો હતો ઠસ્સો

 | 10:39 am IST

મુકેશ અંબાણી અને નીતા અંબાણીના દીકરા આકાશ અંબાણીનાં લગ્ન શ્લોકા મહેતા સાથે થઇ ગયા છે. શનિવારે લગ્ન પછીથી રવિવારના રોજ વેડિંગ રીસેપ્શનની એક પાર્ટી રાખવામાં આવી હતી. જેમાં ભૂતપૂર્વ અભિનેત્રી ટીના અંબાણી પતિ અનિલ અંબાણી સાથે આકાશ અંબાણીના વેડિંગ રીસેપ્શનમાં પહોંચી હતી. આ ફોટાઓમાં તમે તેમને પ્રથમ નજરમાં ઓળખી શકશો નહીં.

1991માં ટીનાના લગ્ન અનિલ અંબાણી સાથે થયા હતા. ઉલ્લેખનિય છે કે ક્યારેય અભિનેત્રી ટીના મુનિમની ઓળખ તેમની ફિલ્મોથી થતી હતી. વર્ષ 1975માં એક આંતરરાષ્ટ્રીય સૌંદર્ય સ્પર્ધામાં વિજય મેળવ્યા પછી તેમણે ‘દેસ-પરદેસ’ ફિલ્મથી 1978માં ફિલ્મ જગતમાં પહેલું પગલું રાખ્યું હતું.

તેમ છતાં, રવિવારના રોજ તેમના ભત્રીજા આકાશના વેડિંગ રીસેપ્શનમાં તે સંપૂર્ણ ટ્રેડીશનલ અંદાજમાં જોવા મળ્યા હતા. આ ફોટામાં તમે જોઈ શકો છો તેમની સાથે અનિલ અંબાણી પણ હાજર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન