વેસ્ટઇન્ડિઝના પૂર્વ ઝડપી બોલરે ભજ્જીનો લઇ લીધો ઉધડો, કરી બોલતી બંધ - Sandesh
  • Home
  • Sports
  • Cricket
  • વેસ્ટઇન્ડિઝના પૂર્વ ઝડપી બોલરે ભજ્જીનો લઇ લીધો ઉધડો, કરી બોલતી બંધ

વેસ્ટઇન્ડિઝના પૂર્વ ઝડપી બોલરે ભજ્જીનો લઇ લીધો ઉધડો, કરી બોલતી બંધ

 | 4:19 pm IST

ટીમ ઇન્ડિયા વિરૂદ્ધ પોણા ત્રણ દિવસમાં પ્રથમ ટેસ્ટ ગુમાવ્યા બાદ વેસ્ટઇન્ડિઝ ટીમની ખુબ જ મજાક ઉડવામાં આવી. હરભજન સિંહે પણ ટ્વીટર પર મજાક બનાવતા આ કેરેબિયન ટીમને રણજી ટ્રોફીમાં પણ ક્વોલિફાઇ થવા લાયક ન ગણાવી, જેના પછી હવે પૂર્વ વેસ્ટઇન્ડિઝ ખેલાડી ટિનો બેસ્ટે ભજ્જીની બોલતી બંધ કરી દીધી છે.

બેસ્ટએ ભજ્જી પર પલટવાર કરતા કહ્યું કે, ‘હે બ્રો, આ પ્રકારના અહંકારી ટ્વીટ ઇંગ્લેન્ડ વિરૂદ્ધ જોવા મળ્યા નહી, પરતું કોઇ વાત નહી યુવા ટીમ શીખી જશે’. તમને યાદ અપાવી દઇએ કે, આ ટે જ ટિનો બેસ્ટ છે જેણે એક સમયે દાવો કર્યો હતો કે, તે 500થી 650 યુવતીઓ સાથે શારિરીક સંબંધ બાંધી ચૂક્યો છે.

ખરેખર, આ પૂર્વ ઝડપી બોલરે કેટલાક વર્ષ પહેલા આવેલ પોતાની બાયોગ્રાફીમાં પોતાને પુરૂષ વેશ્યા ગણાવતા કહ્યું કે, તે 500થી 650 યુવતીઓ સાથે શારિરીત સંબંધ બનાવી ચૂક્યો છે. એક બ્રિટિશ સમાચાર પત્રમાં છપાયેલી ખબર અનુસાર, તેની ઓટોબાયોગ્રાફીના કેટલાક અંશમાં તેનો ખુલાસો થયો હતો.

ટીનોએ પોતાની આત્મકથામાં લખ્યું,’હું છોકરીઓને પ્રેમ કરૂ છું અને ચોકરીઓ મને.”

ટીનોએ એવું પણ કહ્યું કે, બાલ વિનાનાં માથા વિનાનો તે એક માત્ર હેન્ડસમ પુરૂષ છે. છોકરીઓ તેને બ્લેક બ્રાડ પિટ પણ કહીને સંબોધે છે. તેને એવું પણ લખ્યું છે કે, તે 500થી 650 છોકરીઓ સાથે સંબંધ બનાવી ચૂક્યો છે.