સવારનો નાસ્તો કરવાની તદ્દન નોખી રીત જાણીને દિલ થઈ જશે ખુશ - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Food & Lifestyle
  • સવારનો નાસ્તો કરવાની તદ્દન નોખી રીત જાણીને દિલ થઈ જશે ખુશ

સવારનો નાસ્તો કરવાની તદ્દન નોખી રીત જાણીને દિલ થઈ જશે ખુશ

 | 8:54 pm IST
  • Share

સવારથી બ્રશ હાથમાં લઇએ છીએ ત્યારથી ડિઝાઇનિંગ કન્સેપ્ટની શરુઆત થાય છે. બ્રશ, સાબુ, ટોવેલ, બકેટ ડિઝાઇનર બનવા લાગી છે. બ્રેકફાસ્ટ કરતી વેળાએ ડિઝાઇનિંગનો ઉપયોગ કરવામાં આવે તો દિવસની સારી શરુઆત થઇ શકે. સુંદર સવાર કરવા માટે દક્ષિણ ભારતના કેટલાય રાજ્યોમાં રંગોળી કરવામાં આવે છે. રંગોળીમાં પરંપરાગત ડિઝાઇન ઉપરાંત કુદરત સાથે કનેક્ટ થવા માટે પાંદડા, પ્રાણીઓ કે કુદરતી દશ્યો દોરવામાં આવે છે. આજે એમઆરઆઇડી ખાતે બેંગ્લોરથી આવેલાં મુકુંદ કટીએ આ પ્રમાણે જણાવ્યું હતું.

ડિઝાઇનર મુકુંદ કટીના જણાવ્યા મુજબ, ભારતના વાતાવરણ મુજબ દરેક પ્રાંતમાં બ્રેકફાસ્ટનું ખૂબ મહત્વ રહેલું છે. સામાન્ય રીતે એક જ માહોલમાં થતો બ્રેકફાસ્ટ પૌષ્ટિક હોવા છતાં ઘણીવાર રસપ્રદ લાગતો નથી. બ્રેકફાસ્ટની અગત્યતા હોવાથી ઘરના તથા પ્લેટના સજાવટમાં નાના સરખાં ચેંજથી વાતાવરણ બદલી શકાય છે.

Food-Art-by-mydesignbeauty-26

પ્લેટ પીરસતાં સાઇડ પર રહેલી ડિઝાઇન દેખાય તે રીતે સર્વ કરવી જોઇએ
મેલામાઇનની પ્લેટ લાઇટ કલરની હોય છે, પ્લેટ પર પાંદડા અથવા સાદી ડિઝાઇન કરી હોય છે. પ્લેટના વચ્ચેના ભાગમાં ફૂડ સરખી રીતે સર્વ કરવું જોઇએ. દાડમ, ધાણાં, મગફળી, લીલાં મરચાં, ડ્રાટફ્રૂટથી સજાવટ કરી શકાય છે. પ્લેટની બહારની આઉટલાઇન દેખાય તે રીતે પીરસવું જોઇએ. બહારનો ભાગ દેખાવાથી પીરસેલું ફૂડ હાઇજેનિક લાગે છે. ફૂડમાં ધાણાં, દાડમ વગેરેના સજાવટથી જેટલા કલર વધુ દેખાય એટલી પ્લેટ આકર્ષક લાગે છે. કેરાલાની ફાઇવ સ્ટાર હોટેલોમાં બ્રેકફાસ્ટ લીલાં તાજા પાંદડામાં આપવામાં આવે છે, જેમાં વ્હાઇટ રાઇસ, રેડ ચટણી, યલો પાવડર , દાલ વગેરે કલરસેન્સનો ઉપયોગ કરવામાં આવે છે, કલરફૂલ ફૂડ પ્રત્યે આકર્ષણ થાય છે.

valentines-day-food-18

સજાવટ સાથે તૈયાર કરેલો બ્રેકફાસ્ટ આપતાં એપ્રન પહેરવું જોઇએ
બ્રેકફાસ્ટ સાથે બ્રેકફાસ્ટ બનાવનારનું ડ્રેસિંગ પણ મહત્વનું છે. ગૃહિણીઓએ એપ્રન પહેરીને સર્વ કરતાં ફૂડ હાઇજીનિક હશે તેમજ બ્રેકફાસ્ટ સ્પેશિયલ બનાવ્યો હોવાનો ખ્યાલ આવે છે. પરિવાર મોટે ભાગે બ્રેકફાસ્ટના ટેબલ પર ભેગાં થયા બાદ ડિનર પર જ મળતું હોવાથી સવારની યાદ પરિવારને રહેવી જરુરી છે. બ્રેકફાસ્ટ કરનારને કોઇ તો સરપ્રાઇઝ હશે તેવો અહેસાસ રહેવો જોઇએ. બટાકા પૌંઆ જેવો રુટિન નાસ્તો પણ સારી રીતે સજાવવો જોઇએ. પહેલીવાર નાસ્તો આપો ત્યારે પ્રમાણમાં ઓછો આપો અને સજાવટ પર ધ્યાન રાખવું જરુરી છે. નાસ્તો કરતી વેળા કુદરતે આપેલી પાંચેય ઇન્દ્રિયો જાગૃત થાય તો ફૂડ ટેસ્ટી જ લાગતું હોય છે.

X901fotoa sinistra1-1X_Finger_food_DSC_9196

બ્રેકફાસ્ટમાં નવીનતા માટે માત્ર દસ મિનિટ ફાળવવાની જરુર છે
રોજેરોજ નાસ્તો કરતાં કશીક નવીનતા હોવી જરુરી છે. નવીનતા વિચારવા માટે ગૃહિણીઓએ પાંચ દસ મિનિટનો સમય ફાળવવો જોઇએ. શક્ય હોય ત્યાં સુધી પરિવારે સાથે બેસીને બ્રેકફાસ્ટ કરવો જોઇએ, ટીવી બંધ રાખીને હળવું સંગીત સાંભળી શકાય છે. અગરબત્તી કરવાને બદલે ગરમાગરમ નાસ્તાની સુવાસ ફેલાય તો બ્રેકફાસ્ટની મજા વધે છે. બ્રેકફાસ્ટ ટેબલ પર ફૂલોની સજાવટ, પાણીનો જગ, કુશન વગેરેમાં બદલાવ, બારી પાસે બેસવાથી પંખીઓના અવાજ, એસીની ઠંડક, બ્રેકફાસ્ટના ટેસ્ટમાં તેજ અને તદ્દન નવી આઇટમ બનાવવાની ચેલેન્જ કરી શકાય. તહેવાર કે બર્થ ડે પર ખાસ સજાવટ કરી શકાય છે.

બ્રેકફાસ્ટની મજા માટે માઇન્ડ સેટ બદલવાની જરુર છે
નિયમિત એકસરખી રીતે કરાતો નાસ્તો, એક સરખી પ્લેટ, બ્રેકફાસ્ટ માટે ચોક્કસ સમય, અમુક વસ્તુ જ ખવાય અને અમુક ન જ ખવાય, ચોક્કસ જગા પર રોજ બ્રેકફાસ્ટ લેવામાં આવતો હોય છે, બ્રેકફાસ્ટ સાથે ચોક્કસ માન્યતાઓને જોડી દેવામાં આવે છે. બ્રેકફાસ્ટ માટે આ જ રીતે બેસવું જોઇએ, બ્રેકફાસ્ટ વખતે આ રીતે જ ફૂડ લેવાય જેવાં પરંપરાગત બનેલાં રુલ્સનું પણ બ્રેક થવું જોઇએ. ફિક્સ થયેલાં માઇન્ડ સેટ બદલવાથી બ્રેકફાસ્ટની મજા આવી શકે. ક્યારેક બ્રેકફાસ્ટના કૂક પણ બદલાવા જોઇએ. પુરુષવર્ગ પણ કિચનમાં જઇને બ્રેકફાસ્ટ અથવા કોફી બનાવીને સરપ્રાઇઝ આપી શકે છે. બ્રેકફાસ્ટની પ્લેસ અને વાતાવરણમાં આવતો ચેન્જ જ સવારને યાદગાર બનાવી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન