NIFTY 9,427.90 -1.55  |  SENSEX 30,464.92 +30.13  |  USD 64.6400 -0.20
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sex & Relationship
  • પત્નીની ઉત્તેજના વધારવા આ રીતે જાતીય જીવનમાં લાવો વિવિધતા

પત્નીની ઉત્તેજના વધારવા આ રીતે જાતીય જીવનમાં લાવો વિવિધતા

 | 3:09 pm IST

દરેક દંપતિ બેડરૂમમાં પસાર થતી ‘એ’ ખાસ પળોને સારી રીતે અને વધુમાં વધુ આનંદ સાથે વિતાવવા માંગે છે. સેક્સની ઈચ્છા માત્ર પુરૂષોને જ વધારે થતી હોય છે તેવું નથી. મહિલાઓ પણ આ સમય માટે આતુર હોય છે. જો કે તેઓ દરેક ઈચ્છા વ્યક્ત કરતી નથી. ખાસ કરીને જ્યારે નવા લગ્ન થયા હોય ત્યારે તેઓ પોતાની ઈચ્છા કહેવાનું ટાળતી હોય છે. પરંતુ આજે તમે જાણી લો કે મહિલાઓએ સમયે કઈ કઈ રીતે વધારે ઉત્તેજીત થાય છે અને વધારે આનંદ માણે છે.

કિસ
કિસ પ્રેમની લાગણી વ્યક્ત કરવાનું સૌથી ઉત્તમ માધ્યમ છે. દરેક યુવતી ઈચ્છતી હોય છે કે તેનો પાર્ટનર સેક્સ દરમિયાન તેના શરીરનાં બધા જ અંગો ઉપર કિસ કરે. કોઈ પણ એવી જગ્યા ન હોય જ્યાં તેને ચુંબનનો અહેસાસ ન થયો હોય. રોમાન્સની શરૂઆત કિસથી થાય છે અને ધીમે-ધીમે સેક્સ તરફ આગળ વધે છે, જો તમે તમારા પાર્ટનરને સેક્સ પ્રત્યે વધુ આર્કિષત કરવા માંગતા હોય તો તેમના શરીરનાં બધા જ અંગો ઉપર કિસ કરો.

હોર્ની નેચર
મહિલાઓને ઉત્તેજનાથી ભરેલી વ્યક્તિ સારી લાગે છે જે પ્રેમ કરતી વખતે તેને તૂટીને પ્રેમ કરે. દાંતથી બટકાં ભરવા, લવ બાઈટ્સ સારું લાગે છે, પરંતુ ધ્યાન રાખો કે કોઈ પણ વસ્તુનો અતિરેક સારો નથી હોતો પાર્ટનરને લઈ બાઈટ્સ કરતી વખતે એટલું ધ્યાન રાખવું કે બાઈટ એટલા જોરથી ન થઈ જાય કે તેમાં પ્રેમની લાગણીનો અહેસાસ થવાની જગ્યાએ દર્દનો અહેસાસ થવા લાગે.

નોટી સેક્સ
જયારે પુરૂષો તેમની પાર્ટનર સાથે બેડ પર નોટી ટોકસ કરતા હોય ત્યારે તેમને તો સારું લાગતું જ હોય છે, પરંતુ મહિલાઓ પણ તેનો ભરપૂર આનંદ લેતી હોય છે. અને આ નોટી ટોક્સ તેમને નજીક આવવામાં અને પ્રેમની લાગણીઓ વ્યક્ત કરવામાં મદદરૂપ થાય છે. સેક્સ માટે મહિલાઓને ઉત્તેજિત કરવા માટે નોટી ટોક્સ પણ ઉત્તમ માધ્યમ છે.

ઓરલ સેક્સ
એક સમય હતો જ્યારે મહિલાઓ સેક્સ વિશે વાત કરતા પણ ડરતી હતી, પરંતુ હવે તે બિન્દાસપણે સેક્સ વિશે વાતો કરે છે. તેમજ સેકસમાં તેમને કેવી રીતે પરમસુખની પ્રાપ્તિ થાય છે તે વિશે ખુલ્લા મને પાર્ટનર સાથે વાત પણ કરતી હોય છે. ઓરલ સેક્સ અથવા માઉથ સેક્સ પહેલાં માત્ર પુરૂષોને જ પસંદ હતું, પરંતુ હવે મહિલાઓ પણ તેનો એટલો જ આનંદ માણતી હોય છે. આજની આધુનિક મહિલાઓને માઉથ સેક્સ કરવું પણ પસંદ હોય છે અને કરાવવું પણ પસંદ હોય છે.

રિસ્પેક્ટ
રિસ્પેક્ટ એક એવી વસ્તુ છે જે મહિલાઓ કાયમ મેળવવા ઈચ્છતી હોય છે. પછી તે બેડરૂમમાં સમાગમ દરમિયાન પતિ સાથે જ કેમ ન હોય, જ્યારે તમે તેમની સાથે સમાગમ કરી રહ્યા હોવ ત્યારે પણ એ વાતનું ધ્યાન રાખો કે કોઈપણ એવા અપશબ્દોનો ઉપયોગ ન થાય જેનાથી તેમની લાગણીઓ દુભાય અને તેમને તમારી સાથે સેક્સ કરવાથી પણ નફરત થઈ જાય.

1