NIFTY 9,438.25 +10.35  |  SENSEX 30,570.97 +106.05  |  USD 64.5325 -0.11
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sex & Relationship
  • ‘એ ખાસ’ પળોને બનાવવી હોય રોમાંચક તો સવારથી આ રીતે કરો તૈયારી

‘એ ખાસ’ પળોને બનાવવી હોય રોમાંચક તો સવારથી આ રીતે કરો તૈયારી

 | 11:19 am IST

સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે પતિ અને પત્ની સેક્સમાં એકસાથે પૂર્ણ આનંદ કે ચરમ સુખની પ્રાપ્તિ કરાવવામાં અસફળ રહે છે. આ વાત મોટાભાગના કપલની ચિંતાનું એક કારણ પણ હોય છે. જો કે સેક્સ લાઈફ માટે સ્ત્રીઓ કરતાં પુરુષો વધારે એક્સાઈટેડ હોય છે. લવમેકિંગ વિશે એક્સાઈટેડ પુરુષોને પણ કેટલીક ખાસ બાબતો પ્રત્યે સજાગ રહેવું જોઈએ જેથી જાતીય જીવન આનંદમય બની રહે. કઈ કઈ છે આ ઉપયોગી ટીપ્સ જાણી લો તમે પણ.

– સૌ પ્રથમ તો જ્યાં સુધી શકય હોય ટાઈમિંગ વધારવા માટે કોઈપણ પ્રકારની મેડિસિન કે દવાનો ઉપયોગ ક્યારેય ન કરવો.
– સ્ખલનના તરત બાદ પાણી પીવું જોઈએ નહીં અને પેનિસને કોઈ કપડાં કે ટોવેલથી લૂછવું જોઈએ તરત પાણીથી ન ધોવું જોઈએ.
– સેક્સ પછી તરત એક ગ્લાસ ગરમ દૂધ કે ગોળ ખાઈ લેવો જોઈએ. તેથી તમારા અંદર ક્યારે નબળાઈ ન આવે.
– સેક્સ પહેલા જ ડિસ્ચાર્જ થઈ જાય તો તેની સારવાર તરત કરાવો.
– આવી થોડી ઘણી બાબતોનું ધ્યાન રાખી તમે તમારા પાર્ટનર સાથે સારો સમય વ્યતિત કરી શકો છો.
– ક્યારેક કોઈ જાતના પ્લાન વગર અચાનક સંજોગો સર્જાય તેનો લાભ લઈ લવમેકિંગ કરવાથી થ્રીલનો ઉમેરો થશે.
– સેક્સ અગાઉ અને ત્યાર પછી એકબીજાને બાથમાં લઈ પડયા રહેવાથી બંને પાર્ટનરને શાંતિ અને હૂંફનો અહેસાસ થશે.
– લવમેકિંગ વખતે તમારા સાથીની સગવડ અને જરૂરિયાતનો પણ ખ્યાલ રાખો. તેથી પ્રેમની લાગણી દૃઢ થશે.
– લવમેકિંગનો પ્લાન હોય તે દિવસે સવારથી જ મેસેજિસ, સ્પર્શ, તોફાની નજર વગેરેના સંકેત આપતા રહો.
– લવમેકિંગમાં કોઈપણ આંકડો મહત્વનો નથી. અઠવાડિયે કેટલી વખત કરવું? કેટલો સમય સેકસ ચાલે? સાઈઝ કેટલી છે? વગેરે વાતો ઉપર ક્યારેય ધ્યાન ન આપવું.

1