લાંબા સમય સુધી સેકસનો આનંદ માણવાની આ છે જોરદાર tips - Sandesh
NIFTY 10,565.30 +39.10  |  SENSEX 34,427.29 +95.61  |  USD 65.7625 +0.10
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sex & Relationship
  • લાંબા સમય સુધી સેકસનો આનંદ માણવાની આ છે જોરદાર tips

લાંબા સમય સુધી સેકસનો આનંદ માણવાની આ છે જોરદાર tips

 | 12:14 pm IST

સંતોષકારક જાતીય જીવનની અપેક્ષા દરેક દંપતિને હોય છે. સાથે જ દરેક દંપતિના મનમાં એવી ઈચ્છા પણ હોય છે કે તેઓ સેક્સ ક્રિયાનો આનંદ લાંબા સમય માટે લઈ શકે. લાંબા સમય માટે શારીરિક સંબંધોનો લાભ લેવા માટે જરૂરી છે કે દંપતિ સ્વસ્થ હોય. આ કામમાં મદદ કરી શકે છે. કેટલીક એવી વસ્તુઓનું સેવન જે શારીરિક ક્ષમતાને તો વધારે જ છે સાથે જ સ્વાસ્થ્ય માટે પણ લાભકારક હોય છે. તો જાણી લો કઈ કઈ છે આ વસ્તુઓ.

વધારે માત્રામાં લીલા શાકભાજીનું સેવન કરો
અભ્યાસ જણાવે છે કે માંસાહારી સેવન કરતા પુરૂષો કરતા શાકાહારી સેવન કરતા પુરૂષ લાંબા અમય સુધી સેક્સ ક્રિયાના આનંદ મેળવે છે. કારણ કે ફળ અને શાકભાજીના સેવન કરવાથી તેમને જવ પૌષ્ટિકતા મળે છે એ સેક્સ ક્રિયાને કરવામાં તાકાત અને ઊર્જા આપવામાં સહાયતા કરે છે.

ફોરપ્લે પર ધ્યાન આપો
શારીરિક સંબંધ બાંધતાં પહેલા ફોરપ્લે પર ધ્યાન આપવું જરૂરી છે. આમ કરવાથી તમારા પાર્ટનર ઉત્તેજીત તો થશે જ પણ સાથે કરી તેને ચરમસીમા સુધી પહોંચાડવા માટે લાંબા સમય સુધી સેક્સનો આનંદ ઉઠાવી શકશો.

આ ફળનું રાત્રે કરવું સેવન
શારીરિક સંબંધ બાંધતાં પહેલાં કેળા ખાવા જોઈએ. કેળાનું સેવન કરવાથી સેક્સનો આનંદ વધારે સમય સુધી માણી શકાય છે. કેળા સિવાય સ્ટ્રોબેરી પણ લાભકારક સાબિત થાય છે.

આમળાનો રસ
આમળા એક સ્વાસ્થ્યવર્ધક વસ્તુ તો છે જ પરંતુ આમળાનો રસ શારીરિક ક્ષમતાને પણ વધારે છે. આ રસ નિયમિત રીતે પીવાથી પુરુષોનો સ્પર્મ કાઉન્ટ વધે છે. તેનાથી સેક્સનો આનંદ લેવામાં પણ મદદ મળે છે.