તમે પણ આ ટિપ્સ ફોલો કરીને હોટલ જેવું જ બનાવો ઘરે જમવાનું - Sandesh
NIFTY 10,537.65 -27.65  |  SENSEX 34,347.63 +-79.66  |  USD 66.0300 +0.24
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Food & Travel
  • તમે પણ આ ટિપ્સ ફોલો કરીને હોટલ જેવું જ બનાવો ઘરે જમવાનું

તમે પણ આ ટિપ્સ ફોલો કરીને હોટલ જેવું જ બનાવો ઘરે જમવાનું

 | 7:38 pm IST

કેટલીક એવી કુકિંગ ટિપ્સ છે જેને અપનાવી તમે જમવાનું વધારે સાવાદિષ્ટ બનાવી શકો છો. તો આજે અમે તમને એવી કેટલીક ટિપ્સ વિશે જણાવીશું જેનાથી તમે ખાવાનું સારું અને સ્વાદિષ્ઠ બનાવી શકે છે.

ટિપ્સ :

– જો દહીં વધારે ખાટું થઈ ગયું હોય તો તેનો ખાતર તરીકે તેનો ઉપયોગ કરી શકો છો અને તેને મીઠા લીમડાના ઝાડમાં નાખવાથી પાનમાં સુંગધ આવશે અને સ્વાદ પણ વધશે.

– જ્યારે ભાત ચઢી જાય તો તેમાં થોડું ઠંડુ પાણી અને ઘી મિક્સ કરીને થોડીક મિનિટ સુઘી રાખો, પછી સ્ટીલના મોટા વાસણમાં ચારણીથી પાણી કાઢી નાખો અને તેને એક પ્લેટમાં કાઢો.

– કેક બનાવતી વખતે કેકને મિશ્રણમાં 2 ચમચી ક્રશ કરેલી બદામ નાખવાથી કેક સારી અને નરમ બનશે.

– પડી રાખેલા ગુલાબ જાંબુને નરમ રાખવા માટે ચાશનીમાં ગુલાબ જાંબુને પ્રેશર કુકરમાં બંધ કરીને 5 મિનિટ સુધી ધીમા તાપે ચઢવા દો. તેનાથી ગુલાબ જાંબુ નરમ થઈ જશે.

– સમોસાનો લોટ બાંધતા સમયે લીંબૂના થોડાક ટીપા મેંદામાં નાખવાથી સમોસા કરકરા બનશે.