રિલેશનશિપમાં નહીં આવે કોઇ સમસ્યા જો રાખશો આ વાતનું ઘ્યાન - Sandesh
NIFTY 10,397.45 +37.05  |  SENSEX 33,844.86 +141.27  |  USD 64.7550 -0.04
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sex & Relationship
  • રિલેશનશિપમાં નહીં આવે કોઇ સમસ્યા જો રાખશો આ વાતનું ઘ્યાન

રિલેશનશિપમાં નહીં આવે કોઇ સમસ્યા જો રાખશો આ વાતનું ઘ્યાન

 | 6:32 pm IST

જ્યારે પણ આપણે કોઇ સંબંધની શરૂઆત કરીએ તો સૌથી જરૂરી હોય છે તેને મજબૂત બનાવી રાખવો. પરંતુ જો તમારો સંબંધ મજબૂત નહીં હોય તો તે વધારે સમય સુધી રહેશે નહીં. સંબંધમાં મજબૂતી ન રહેવાના કારણે ઘણી વાર તમે તમારી અને પાર્ટનર વચ્ચે ઝઘડો થાય છે. આ પ્રકારની સમસ્યાઓ જે તમારા સંબંધને કમજોર બનાવે છે. આજે અમે તમને કઇક એવી જ ટિપ્સ આપવા જઇ રહ્યા છે. જે તમારા અને પાર્ટનર વચ્ચેના સંબંધને વધારે સ્ટ્રોગ બનાવશે. આમ કરવાથી ન ફક્ત તમારા પાર્ટનરને સારુ લાગે છે પરંતુ તમારી બન્નેની વચ્ચેનો સંબંધ પણ મજબૂત થશે.

તમે તમારા પાર્ટનરને ક્યારેય પણ મળો તો તમે ન ફક્ત તેનાથી પ્રેમથી વાત કરો પરંતુ તેનાથી થોડીક મજાક મસ્તી પણ કરો. એકબીજા સાથે વાત શેર કરો. જેથી તમારા પાર્ટનરને સારું લાગે છે અને તમારો સંબંઘ મજબૂત રહે છે. તો ઘણી વાર તમે કામમાં વ્યસ્ત હોવાના કારણે તમારા પાર્ટનરને વધારે સમય આપી શકતા નથી. આ પ્રકારની પરિસ્થિતિમાં એકબીજા વચ્ચે અણબનાવ થાય છે અને એક બીજાથી દૂરી બની જાય છે. તો ધ્યાન રાખો કે કામની વ્યસ્તતા વચ્ચે પણ તમારા પાર્ટનરની સાથે સમય પસાર કરો.

તો ક્યારેક સમય નીકાળીને તમારા પાર્ટનરની સાથે બેસો તેમજ કેટલીક જૂની વાતો યાદ કરો. જેથી બન્નેને એકબીજા સાથે ટાઇમ સ્પેન્ડ કરવાનું કારણ મળશે.તમે તમારા પાર્ટનરની પસંદ અને નાપંસદનું પણ ધ્યાન રાખો. જેમ કે પાર્ટનરને ખાવામાં શુ પસંદ છે. તમારા પાર્ટનરને તમારું તૈયાર થવું પસંદ છે તે રીતે તૈયાર થાવ. આ રીતે પણ તમારા બન્નેની વચ્ચેના સંબધ સારા અને સ્ટ્રોંગ બનશે.