આ ત્રણ ટીપ્સ તમને હીટવેવમાં પણ રાખશે cool - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Lifestyle
  • આ ત્રણ ટીપ્સ તમને હીટવેવમાં પણ રાખશે cool

આ ત્રણ ટીપ્સ તમને હીટવેવમાં પણ રાખશે cool

 | 10:39 am IST
  • Share

ઉનાળામાં શરીરને આંતરિક રીતે સ્વસ્થ રાખવા માટે પૂરતાં પ્રમાણમાં પાણી અને પૌષ્ટિક આહાર લેવો જરૂરી છે, તેટલું જ જરૂરી છે શરીરનું રક્ષણ બાહ્ય ગરમીથી પણ કરવું. ગરમી અને તાપથી બચવા માટે વાતાવરણને અનુકૂળ કપડાં પહેરવા જોઈએ. દિવસભરની ભાગદોડ કરવા માટે અને કર્યા પછી ત્વચાની કાળજી કરવી પણ અનિવાર્ય છે. તો આજે જાણી લો બળબળતા ઉનાળામાં પણ કેવી રીતે રહેવું કુલ કુલ.

કપડાની પસંદગી
ઉનાળામાં કપડાની પસંદગી કરવામાં ખાસ ધ્યાન આપવું, આંતર વસ્ત્ર આછાં રંગનાં તેમજ સુતરાઉ જ પહેરવા, જેથી પરસેવાના કારણે સ્કીન ઈન્ફેકશનની સમસ્યા ન સતાવે. આ ઉપરાંત રોજ પહેરવાના કપડાં પણ ખુલતાં અને આછાં રંગના પહેરવા. ગરમીમાં નાયલોન, સિલ્ક જેવા કપડાં ન પહેરવા. તેના બદલે મુલાયમ હોય તેવા સુતરાઉ કપડા જ પહેરવા. ઉનાળામાં રૂમાલ હંમેશા સાથે રાખવો. રૂમાલ પણ રોજ ધોઈ લેવા અને તેના પર હળવું પરફ્યુમ છાંટવું. પગમાં પણ કોટનના મોજાં પહેરવા જેથી ત્વચા સૂર્ય પ્રકાશના કારણ ત્વચા કાળી ન પડે અને પરસેવાથી પણ ત્વચાને નુકસાન ન થાય.

ત્વચાની સંભાળ
ઉનાળાની ગરમીની સૌથી વધુ અસર ત્વચા પર થાય છે. ઉનાળામાં આખો દિવસ ત્વચા પર સૂર્યનો તાપ લાગે છે એટલા માટે ત્વચાની સંભાળ અત્યંત જરૂરી છે. ઉનાળામાં ચહેરા પર પરસેવાના કારણે તૈલી ત્વચા, ખીલ જેવી સમસ્યાઓ ઉદ્ભવે છે. આ સમસ્યાને દૂર કરવા દિવસ દરમિયાન ચહેરા પર થોડા થોડા સમયે ઠંડું પાણી છાંટવું, આ કામ કરવા ગુલાબ જળનો પણ ઉપયોગ કરી શકાય છે. આ સિવાય રોજ રાત્રે સૂતાં પહેલાં ચણાનો લોટ, ચપટી હળદરમાં જરૂર મુજબ દૂધ ઉમેરો અને આ ફેસપેકને ચહેરા તેમજ ગરદન પર લગાવવું. આ ફેસપેક ત્વચાની ગરમીને દૂર કરશે અને સનટેનની સમસ્યા પણ દૂર થઈ જશે.

વાળની સંભાળ
ઉનાળામાં વાળની સ્વચ્છતા તરફ પણ વધારે ધ્યાન આપવું જરૂરી છે. ગરમીના દિવસોમાં શક્ય હોય તો નિયમિત રીતે વાળ ધોવા અથવા જો સમયનો અભાવ હોય તો બે દિવસે તો વાળ જરૂરથી ધોવા. ઉપરાંત અઠવાડિયામાં એકવાર વાળમાં તેલ નાખી માલિશ કરવી અને પછી વાળ ધોઈ લેવા. આખો દિવસ જો વાળ બાંધી રાખ્યા હોય તો સાંજે થોડીવાર વાળ ખુલ્લા રાખવા, જેથી વાળમાંથી પરસેવાની વાસ દૂર થઈ જાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન