Tips To Clean And Care Oxidized Jewellery For Longer Time
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Fashion & Beauty
  • ઓક્સિડાઇઝ્ડ જ્વેલરીની સંભાળ રાખવા માટે વાંચી લો આ કામની ટિપ્સ

ઓક્સિડાઇઝ્ડ જ્વેલરીની સંભાળ રાખવા માટે વાંચી લો આ કામની ટિપ્સ

 | 5:59 pm IST
  • Share

  • ઓક્સિડાઇઝ્ડ જ્વેલરીની સંભાળ રાખવી પણ ખૂબ જ જરૂરી

  • ઓક્સિડાઇઝ્ડ જ્વેલરીને સારી અને પરફેક્ટ રાખવા માટેની ટિપ્સ

  • દૂર રાખો ભેજથી, હવાના સંપર્કમાં આવવાથી તેની ચમક થશે ખરાબ  

નવરાત્રિ ચાલી રહી છે અને અત્યારે બધી જ યુવતીઓ ટ્રેડિશનલ ચણિયાચોળી પહેરીને ગરબે ઘુમવા જતી હશે. સાથે જ તેઓ ચણિયાચોળીને મેચિંગની ઓક્સિડાઇઝ્ડ જ્વેલરી પણ પહેરતી હશે. બદલાતી જ્વેલરીની ફેશનને કારણે હવે ઓક્સિડાઇઝ્ડ જ્વેલરી માત્ર નવરાત્રિમાં જ નહીં પણ વેસ્ટર્ન કે રેગ્યુલર કપડાં સાથે આખા વર્ષમાં કોઈ પણ પ્રસંગે પહેરવામાં આવે છે. પણ આ ઓક્સિડાઇઝ્ડ જ્વેલરીની સંભાળ રાખવી પણ ખૂબ જ જરૂરી છે. તો લાંબા સમય સુધી ઓક્સિડાઇઝ્ડ જ્વેલરીને સારી અને પરફેક્ટ રાખવા માટે આ ટિપ્સ અપનાવો

ઓક્સિડાઇઝ્ડ જ્વેલરીની સાચવણી માટે જાણી લો ટિપ્સ –

ઓક્સિડાઈઝ્ડ જ્વેલરી હંમેશા ભેજથી દૂર રાખવી જોઈએ જેથી તે ખરાબ ન થાય. તેને ઝિપ લોક પ્લાસ્ટિકના પાઉચમાં રાખો. હવાના સંપર્કમાં આવવાથી, ઓક્સિડાઇઝ્ડ જ્વેલરીનો રંગ બગડશે.

જો ઓક્સિડાઇઝ્ડ જ્વેલરી ખરાબ થઈ હોય તો તેને સાફ કરવા માટે ટૂથપેસ્ટ પાવડરનો ઉપયોગ કરી શકો. તેને બ્રશની મદદથી ધીરે ધીરે સાફ કરો અને બાદમાં તેને સ્વચ્છ કપડાથી સાફ કરો.

જ્યારે પણ તમે ઓક્સિડાઇઝ્ડ જ્વેલરી પહેરો છો, ત્યારે ખાસ ધ્યાન રાખો કે તમે પરફ્યુમ ન લગાવો. પરફ્યુમ તેને બગાડી શકે છે. શરીર પર પરફ્યુમ સુકાઈ જાય પછી જ ઓક્સિડાઈઝ્ડ જ્વેલરી પહેરો.

ઓક્સિડાઇઝ્ડ જ્વેલરીને સાફ કરવા માટે તમે ટામેટાં અને બેકિંગ સોડાનો ઉપયોગ કરી શકો છો. આ માટે, તમે એક બાઉલમાં ટોમેટો કેચઅપ લો અને તેનાથી સાફ કરો.

જો તમે ઈચ્છો તો તેને બેકિંગ સોડાની મદદથી પણ સાફ કરી શકો છો. તમે જ્વેલરીને બેકિંગ સોડામાં નાખો અને પછી તેને ગરમ પાણીની મદદથી સાફ કરો.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો