cooking tips tips to keep cooked foods safe in summers
  • Home
  • Featured
  • ગરમીમાં નહી થાય જમવાનું ખરાબ, અપનાવો આ ટિપ્સ

ગરમીમાં નહી થાય જમવાનું ખરાબ, અપનાવો આ ટિપ્સ

 | 12:30 pm IST

જમવાનું આપણે ત્યાં રોજ બરોજ બને છે. ક્યારેક એવુ બને કે આપણે જે જમવાનુ બનાવીએ તે વધારે હોય અને જમવાનો ખોટો બગાડ થાય છે. ખાસ કરીને ગરમીમાં જમવાનું બગડી જવું ખુબજ સામાન્ય વાત છે. ફ્રીઝમાં રાખીએ જમવાનું તો સ્વાદમાં ફર્ક પડવા લાગે છે આથી આવા સમયે આપણને થાય કે કરવું તો શું કરવુ. તો આજે અમે ખાસ તમારા માટે લાવ્યા છીએ કેટલાક ઉપાય જેને અપનાવી તમે પણ જમવાનો બગાડ થતો અટકાવી શકશો.

જમવાનું બનાવો ત્યાર પછી બે કલાકમાં તેને જમી લેવુ જોઈએ. ગરમીમાં જમવાનું વધારે સમય બહાર રહે તો તેમાં બેક્ટરીયા થવા લાગે છે જે જમવાને ખરાબ કરી દે છે. જમવાનું વધે તો તેને તાત્કાલીક ફ્રીઝમાં રાખી દેવુ જોઈએ. જો ફ્રીઝન હોય તો એક વાસણમાં પાણી રાખી તેમાં જમવાનું રાખવુ જોઈએ. બાળકો અને ઉમરલાયક વ્યક્તિઓ માટે હંમેશા તાજુ જમવાનું જ બનાવવું જોઈએ.

ખુબજ ગરમ હોય તેવુ જમવાનું ક્યારેય ફ્રીઝમાં ન રાખો. ઠંડુ થાય પછી જ ફ્રીઝમાં મુકો. એક દિવસથી વધારે જમાવાનું ભોજન ક્યારેય ન રાખી મુકો. જમવાને વારંવાર ગરમ પણ ન કરો. આનાથી તેની પોષણ ક્ષમતા નષ્ટ થાય છે. જ્યારે પણ શાકભાજી સમારો ખુબજ પાણીથી ધોયા પછી જ સમારો. કેમિકલ વાળુ જમવાનું જલ્દીથી ખરાબ થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન